કોરોનાને કારણે દુનિયાભરમાં લોકો ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે. દેશ માટે પણ આ અત્યારે સંકટનો સમય છે. 21 દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, આજ કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. દરરોજ કમાતા મજૂરોની રોજીરોટીને લઇને સતત સવાલો થઇ રહ્યા છે. એવામાં સરકાર આ પરિસ્થિતમાં લડવા માટે પગલા ઉઠાવી રહી છે. ત્યારે ઘણાં બોલિવૂડ સ્ટાર્સ મદદ માટે આગળ આવી રહ્યાં છે અને હવે આ લિસ્ટમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર વરૂણ ધવન પણ સામેલ થઈ ગયો છે.
કોરોના સામેની જંગ જીતવા વધુ એક બોલિવૂડ સ્ટાર મદદ માટે આગળ આવ્યો
તમને જણાવી દઈએ કે વરૂણ ધવને 55 લાખ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ ધનરાશિમાં તેણે 25 લાખ મહારાષ્ટ સીએમ રિલીફ ફંડ અને 30 લાખ પીએમ રિલીફ ફંડમાં આપ્યા છે. વરૂણ ધવન પીએમ રિલીફ ફંડમાં દાન આપનાર બીજો એક્ટર છે. આ પહેલાં અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
I pledge to contribute 30 lakhs to the PM CARE fund. We will over come this. Desh hai toh hum hain. https://t.co/E87IU22NaF
વરૂણ ધવને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું- હું મહારાષ્ટ્ર રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા અને પીએમ રિલીફ ફંડમાં 30 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરું છું. તેણે અન્ય એક ટ્વિટમાં લખ્યું-આપણે આ જંગ જીતી જઈશું. દેશ છે તો અમે છીએ.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ રિલીફ ફંડની શરૂઆત કરી છે. પીએમ મોદીએ આ ફંડ દ્વારા લોકોને મદદ કરવાની અપીલ કરી છે. પીએમની અપીલ પર સૌથી પહેલાં નરેન્દ્ર મોદીએ મદદ કરવાની જાહેરાત કરી હતી.
This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻 https://t.co/dKbxiLXFLS
આ પહેલાં પણ અનેક સ્ટાર્સે સંકટના આ સમયમાં આર્થિક મદદની જાહેરાત કરી ચૂક્યા છે. જેમાં તેલુગૂ સુપરસ્ટાર્સ પવન કલ્યાણ, રામ ચરણ, બાહુબલી ફેમ પ્રભાસ, મહેશ બાબુ, ચિરંજીવી, જૂનિયર એનટીઆર, રજનીકાંત જેવા સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સહિત રિતિક રોશન, કપિલ શર્મા જેવા સ્ટાર્સ પણ મદદ માટે આગળ આવ્યા છે.