PHOTO / વડોદરામાં મેઘરાજનું તાંડવ, તસવીરોમાં જુઓ પાણીમાં ડૂબેલું શહેર

Vadodara rains bring disaster, see scary scenes

વડોદરા શહેરમાં ગઇકાલે 20 ઇંચ વરસાદ પડતાં શહેરનું જનજીવન ઠપ થઇ ગયું છે. વિશ્વામિત્રી નદી ગાંડીતૂર થઈ છે અને ભયજનક સપાટી વટાવી દીધી છે. 20 ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી જળબંબાકાર બની ગયું છે. ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરાના 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. તો લોકોની હાલત કફોડી બની છે  પોતાનો અને બાળકનો જીવ બચાવવા પિતા દોઢ માસના બાળકને ટોપલામાં લઈને નીકળ્યા હતા કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ