બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara city all market open today

ખુશખબર / કોરોનાકાળ દરમિયાન વડોદરાવાસીઓ માટે આવ્યા મોટા સમાચાર, સાંસદ-વેપારીઓ વચ્ચેની બેઠક બાદ લેવાયો આ નિર્ણય

Last Updated: 07:45 AM, 30 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના સંક્રમિતોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે હાલમાં રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફર્યું લગાવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં સાંસદ અને વેપારી વિકાસ એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠક બાદ આજથી શહેરમાં તમામ બજારો ફરી ખુલશે.

  • આજથી વડોદરામાં તમામ બજારો ફરી ખુલશે
  • નવા બજાર, કડક બજાર અને મંગળ બજાર ફરી ખુલશે
  • ગોરવા અને તરસાલી માર્કેટ પણ ખુલશે

પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરા શહેરમાં હાલ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ચાર મહાનગરોમાં લગાવામાં આવેલ કર્ફ્યુંમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે. 

ત્યારે હાલમાં શહેરના સાંસદ અને વેપારી વિકાસ એસોસિયેશન વચ્ચે યોજાયેલી બેઠક બાદ આજથી વડોદરામાં તમામ બજારો ફરી ખુલી જશે. જેમાં નવા બજાર, કડક બજાર અને મંગળ બજાર સાથે ગોરવા અને તરસાલી માર્કેટ પણ ખુલશે. જો કે કોરોનાકાળ દરમિયાન ખુલી રહેલા આ માર્કેટમાં કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. 

વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં નિયમોના પાલન સાથે બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વેપારીઓએ કોરોનાગાઇડલાઇનના પાલનની ખાતરી આપી હતી.

જેને લઇને વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા આજથી શહેરમાં તમામ બજારો ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો બજાર ખોલવા મુદ્દે સાંસદ રંજનબેન ભટ્ટે OSD વિનોદ રાવ સાથે પણ વાત કરી. 

સંકળાયેલા મુદ્દાઓ

Market open vadodara કોરોનાવાયરસ માર્કેટ વડોદરા vadodara
Divyesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ