uttarakhand vehicle returning from procession fell in ditch
BIG BREAKING /
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: લગ્નમાંથી પરત ફરી રહેલી ગાડી ખીણમાં ખાબકી, 13 લોકોના મોત થયાં
Team VTV11:46 AM, 22 Feb 22
| Updated: 11:58 AM, 22 Feb 22
ઉત્તરાખંડમાં સોમવારે રાતે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. ટનકપુર-ચમ્પાવત હાઈવે સાથે જોડાયેલી સુખીઢાંગ-ડાંડામીનાર રોડ પર મેક્સ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં મોટી હોનારત
જાનેયા ભરેલી ગાડી ખીણમાં ખાબકી
13 લોકોના થયા મોત
ઉત્તરાખંડમાં સોમવારે રાતે એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. ટનકપુર-ચમ્પાવત હાઈવે સાથે જોડાયેલી સુખીઢાંગ-ડાંડામીનાર રોડ પર મેક્સ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. દુર્ઘટના બુડુમથી લગભગ ત્રણ કિમી આગળ બની હોવાનું કહેવાય છએ. દુર્ઘટના બાદ મૃતદેહ એકદમ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. તો વળી પ્રધાનમંત્રી મોદીએ પણ આ દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો છે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives due to an accident in Uttarakhand. The injured would be given Rs. 50,000.
અત્યાર સુધીમાં મળેલી વિગતો પ્રમાણે જોઈએ તો, મૈક્સ વાહન નંબર યુકે 04, ટીએ 4712માં સવાર તમામ લોકો ટનકપુરથી પંચમુખી ધર્મશાળામાં થયેલા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. કહેવાય છે કે, ગત મોડી રાતે 3 વાગ્યેને 20 મીનિટની આસપાસ મૈક્સ પર કાબૂ ગુમાવતા ઉંડી ખીણમાં ગાડી ખાબકી હતી. તમામ લોકો કકનઈ નિવાસી લક્ષ્મણ સિંહના પુત્ર મનોજ સિંહના લગ્નમાં ગયા હતા. મોટા ભાગના મૃતક લક્ષ્મણ સિંહના સગા સંબંધીઓ હોવાનું કહેવાય છે. માહિતી મળતા પોલીસ તથા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે .
16માંથી 13 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તમામ 13 મૃતદેહો જપ્ત કરી તેમને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાંથી ચાર મહિલા અને એક પાંચ વર્ષની બાળકી પણ હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવર તથા એક અન્ય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.