બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 02:42 PM, 27 February 2021
ADVERTISEMENT
એક્શનમાં અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડન એક્શનમાં આવી ગયા છે, સત્તામાં આવ્યાના થોડા જ દિવસમાં બાયડને ઘણા દેશોમાં કાયર્વાહી શરૂ કરી દીધી છે. બાયડને સિરીયામાં એરસ્ટ્રાઈક બાદ ઈરાનને ધમકી આપી છે. બાયડને કહ્યું કે અમેરિકાને નુકસાન પહોંચાડવા અથવા અમેરિકાના કર્મીઓને ધમકી આપનાર મિલીશિયાના સમૂહોનું ઈરાન સમર્થન કરે છે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. બાયડને હવાઈ હુમલાઓને સંપૂર્ણપણે કાયદાકીય અને ઉચિત ગણાવ્યા છે.
ADVERTISEMENT
સિરીયામાં કરવામાં આવી એરસ્ટ્રાઈક
નોંધનીય છે કે અમેરિકાની સેનાએ સિરીયામાં ઈરાન સમર્થિત સમૂહ મિલીશિયા પર હુમલા કર્યા હતા. આ હુમલો ઈરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઑ પર કરવામાં આવેલ હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો હતો, અમેરિકાના આ હુમલામાં 17 લડાકૂના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતા. પેન્ટાગોન અનુસાર સિરીયાના સાત ઠેકાણાઓ પર બોમ્બ વર્ષા કરવામાં આવી હતી.
અમેરિકાના કેટલાક કોંગ્રેસ સભ્યોએ ઉઠાવ્યા સવાલ
નોંધનીય છે કે અમેરિકામાં આ મામલે એક બીજું સંકટ ઊભું થયું છે. બાયડનની જ પાર્ટીના કેટલાક કોંગ્રેસ સદસ્યોએ આ હુમલાની ટીકા કરી છે. ડેમોક્રેટ્સનું કહેવું છે કે કાયદાશાસ્ત્રીઓની પરવાનગી લીધા વગર આ હુમલા કરવાં આવ્યા હતા. પેન્ટાગોન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ હુમલો ઈરાકમાં કરવામાં આવેલ હુમલાનો જબડાતોડ જવાબ છે અને જરૂર પડી તો આગળ પણ આ જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.