બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:39 AM, 9 November 2020
ADVERTISEMENT
ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકાની નવી ઉપરાષ્ટ્રપતિ બની છે ત્યારેથી અમેરિકામાં ભારતીય મૂળનો ડંકો વાગી રહ્યો છે. જે ભારત અને અમેરિકા માટે ઐૈતિહાસિક છે. કેટલીક નીતિયો સંબંધો બદલવાથી બદલાય છે. ભારત અમેરિકા નીતિઓના રસ્તેથી ઘણું આગળ નીકળી ચૂક્યું છે. આ ચૂંટણીમાં લડાઈ તો અમેરિકાના રાષ્ટ્રપતિની હતી પણ સાથે જ જો કોઈ વિષય ચર્ચામા રહ્યો હોય તો તે ભારતીયો છે. ટ્રમ્પ અને બાયડનની લડાઈમાં કોણ ભારતીયોનું શુભચિંતક છે એને ભારતીયોને આકર્ષવા એક મેક પર કરાયેલા આરોપો કે કોણે ભારતના હિતને નુકસાન કર્યું છે.
બાયડન માટે વાયદા પૂરા કરવાનો સમય
ADVERTISEMENT
બાયડનની જીત થઈ છે ત્યારે તેઓ માટે ખાસ સમય શરૂ થયો છે. તેઓએ ચૂંટણી પ્રચારમામં ભારતીયોને જે વાયદા કર્યા છે તે પૂરા કરવાનો સમય આવ્યો છે. બાયડનની સાથે જે રીતે અમેરિકામાં ભારતવંશીઓની ધાક વધી રહી છે તેની અસર ભારતની સાથેની નીતિઓમાં દેખાશે. ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા બાયડન જ્યારે ભારત આવ્યા હતા ત્યારે જ તેઓએ ભારતની સાથે પેઢીઓ સાથે સંબંધ જોડ્યો હતો.
કમલા હેરિસના નામની અસર ભારત સુધી દેખાઈ
બાયડને ઉપરાષ્ટ્રપતિના પદ માટે અમેરિકાના ભારતવંશીઓની સામે કમલા હેરિસનો વિકલ્પ રાખી દીધો હતો. ટ્મ્પની ભારત પ્રેમ ચાલની રાજનીતિક રીત હતી પણ સાથે જ ભારતના મનમાં એક વિશ્વાસ જીતવાની ચાલ પણ. ટ્રમ્પ અને બાયડનની લડાઈમાં કમલા હેરિસના નામની અસર ભારત સુધી દેખાઈ હતી. કમલા હેરિસ બાયડનને માટે ટ્રમ્પની વિરુદ્ધ એક્કો સાબિત થઈ. તેઓએ ભારતીય મૂળના અમેરિકીઓના મનમાં તેમના પક્ષમાં કામ કર્યું. સ્વિંગ વોટર્સને વિચારવાનો અવસર મળ્યો અને સહયોગી દેશ સાથેના સંબંધો પણ મજબૂત બન્યા.
બાયડને ચૂંટણીના ઘોષણાપત્રમાં ભારતીયોને અલગ મહત્વ આપ્યું
બાયડને ચૂંટણી સમયે જે જાહેરનામું બહાર પાડ્યું તેમાં ભારતીયોને ખાસ મહત્વ આપ્યું. તેની અસર એ થઈ કે અત્યારસુધીના રિઝલ્ટના અનુસાર બાયડનની સાથે લગભગ દોઢ ડઝન ભારતવંશીઓએ જીતનો પરચમ લહેરાવ્યો. એક રિપોર્ટ અનુસાર 20 લાખથી વધારે ભારતીય અમેરિકનોએ વોટિંગ કર્યું જેમાં 5 લાખથી વધારે વોટ્સ ફક્ત ફ્લોરિડા, મિશિગન અને પેન્સિલવેનિયામાં પડ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારત-ઈરાન વચ્ચે તનાતની / 'પહેલા તમારા ઘરનું સંભાળો' ભારતે ઈરાનના સુપ્રીમ લીડરને મોં પર સંભળાવ્યું, શું વિવાદ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT