બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / upi lite know how you can do offline payment via upi

કામની ખબર / લેવડ-દેવડ નોન-સ્ટોપ..હવે વગર ઈન્ટરનેટ પણ થઈ શકશે UPI પેમેન્ટ, આ છે આસાન રીત

Bijal Vyas

Last Updated: 12:03 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો ઓનલાઇન પેમેન્ટ કરવા Paytm અથવા UPIનો ઉપયોગ કરે છે, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે ઇન્ટરનેટ ક્નેક્શન ના હોય, તો જાણો આવી સ્થિતિમાં શુ કરવું?

  • ભારતીય રિઝર્વ બેંકે UPI 123Pay લોન્ચ કર્યું
  • આ ટેકનિક દ્વારા પેમેન્ટ કરવા માટે સાઉન્ડ વેબનો ઉપયોગ કરવામાં આવે છે

Offline payment via UPI: જ્યારથી નોટબંધી થઇ છે, ત્યાર બાદથી લોકોએ રોકડ રાખવાનું બંધ કરી દીધું છે. આ કારણે ડિજિટલ પેમેન્ટનું ચલણ પણ ઘણું વધી ગયું છે. આજકાલ દરેક વ્યક્તિ Paytm અથવા UPI દ્વારા ચૂકવણી કરે છે કારણ કે તે થોડીક સેકન્ડોમાં એક ચપટીમાં થઈ જાય છે. પરંતુ ક્યારેક એવું બને છે જ્યારે લોકોને UPI પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ ઈન્ટરનેટ છે.

નબળા ઈન્ટરનેટ કનેક્શનને કારણે ઘણી વખત ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંકે UPI 123Pay લોન્ચ કર્યું છે. તેની મદદથી, તમે ગમે ત્યાં, ગમે ત્યારે ચૂકવણી કરી શકો છો. આવો જાણીએ કે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય...

UPI પેમેન્ટ માટે નહીં પડે સ્માર્ટફોનની જરૂર, આંગળીના ઈશારે થઈ જશે કામ, જાણો  કઈ રીતે? | upi payment online transaction will be done with smart ring

આ રીતે કરી શકો છો પેમેન્ટ 
જો તમને ઈન્ટરનેટની ખામીને કારણે UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ રહી છે, તો તમારે એક કામ કરવું પડશે અને કામ સરળ થઈ જશે. આ માટે, તમારે તમારા બેંક એકાઉન્ટને તે ફોન સાથે લિંક કરવું પડશે જેમાંથી તમે પેમેન્ટ કરો છો. પછી આ ચાર પદ્ધતિઓ દ્વારા તમે સરળતાથી પેમેન્ટ કરી શકશો…

1. મિસ્ડ કોલઃ જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય તો પણ તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો. આ માટે તમારે એક નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. પછી કૉલ બેક આવે કે તરત જ UPI પર તમારો રજિસ્ટર્ડ નંબર દાખલ કરો. પછી તમારું પેમેન્ટ થોડા જ સમયમાં થઈ જશે.

2.IVR: IVR એટલે કે જો તમારે ક્યાંક ચૂકવણી કરવી હોય, તો તમારે IVR નંબર પર કૉલ કરવો પડશે. પછી તમારે તમારી પસંદગીની ભાષા પસંદ કરવાની રહેશે. પછી જેમ જેમ IVR પર તમને જણાવવામાં આવે, તેમ આગળ વધો અને તમારો UPI નંબર દાખલ કરો. હવે ચૂકવવાની રકમ દાખલ કરો અને આગળ વધો.

પૈસા ચૂકવવા ભારતીયોની ફેવરિટ એપ છે આ ; શું તમે પણ આ જ યુઝ કરો છો? | Google  Pay appears to be the most used app in India for UPI amid rising

3.UPI એપ્લિકેશન: આને ડાઉનલોડ કર્યા પછી, તમે સ્કેન અને ચૂકવણી સિવાય અન્ય કોઈપણ રીતે ચૂકવણી કરી શકો છો.

4. પ્રોક્સિમિટી સાઉન્ડ પેમેન્ટ: આ ટેકનિક દ્વારા પેમેન્ટ કરવા માટે સાઉન્ડ વેબનો ઉપયોગ કરવામાં આવે છે. તમે તેનો ઉપયોગ સ્માર્ટફોન અને ફીચર ફોન બંને પર કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

IVR Offline payment via UPI Paytm UPI ડિજિટલ પેમેન્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ