Union Foreign Minister s jaishankar 2 days gujarat visit
ગુજરાત પ્રવાસ /
કોરોના કાળમાં અનાથ થયેલા બાળકો માટે PM મોદી કરશે લાભોની જાહેરાત, કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર પણ આપશે હાજરી
Team VTV07:52 AM, 30 May 22
| Updated: 08:28 AM, 30 May 22
વિદેશમંત્રી એસ.જયશંકર આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે.
વિદેશમંત્રી એસ.જયશંકર આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
વડોદરા કલેક્ટર કચટેરી ખાતે PM ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં લેશે ભાગ
PM મોદીની સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં જોડાશે
વિદેશમંત્રી એસ.જયશંકર આજથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે તેઓ વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. વિદેશમંત્રી સવારે કલેક્ટર કચેરી ખાતે PM ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં સામેલ થશે. જેમાં કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકોને સહાય વિતરણ કરવામાં આવશે. જે બાદ સાંજે CA અને વ્યાવસાયિકો સાથે બેઠક કરશે. ઉપરાંત આવતી કાલે પ્રધાનમંત્રી મોદીની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં પણ સામેલ થશે.
જુઓ આજનો શું છે કાર્યક્રમ?
વિદેશમંત્રી એસ.જયશંકર 2 દિવસ ગુજરાતની મુલાકાતે
વડોદરા કલેક્ટર કચેરી ખાતે PM ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં ભાગ લેશે
આવતીકાલે PM મોદીની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં જોડાશે
વિદેશ મંત્રી લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં જોડાશે
જયશંકર આજ સવારના 9 વાગ્યે સર સયાજીનગર ગૃહમાં વડાપ્રધાનની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં જોડાશે. તેમનો મુખ્ય કાર્યક્રમ હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહ્યો છે. ત્યાર બાદ સર સયાજી નગરગૃહમાં જ સાંજના ચાર વાગ્યે એમ.એસ.યુનિવર્સિટી આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 30 મેના રોજ આજે PM મોદી લાભોની જાહેરાત કરશે.
આ ત્રણ લાભ મુખ્ય
1) શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે
2) પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનની પાસબુક અપાવમાં આવશે
3) આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કાર્ડ બાળકોને સોંપવામાં આવશે
PM Modi will release benefits under PM CARES for Children Scheme on May 30. He will transfer scholarships to school going children. A passbook of PM CARES for Children, & health card under Ayushman Bharat – Pradhan Mantri Jan Arogya Yojana will be handed over to the children: PMO pic.twitter.com/PDfUZtxAoN
વાસ્તવમાં, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.