બ્રેકિંગ ન્યુઝ
VTV / Union Cabinet approves Taranga Hill-Ambaji-Abu Road new rail line- Union Minister Anurag Thaku
Hiralal
Last Updated: 04:37 PM, 13 July 2022
ADVERTISEMENT
ગુજરાતને એક નવી રેલની ભેટ મળી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુ રોડની નવી રેલને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નવી રેલ લાઈનનો અંદાજિત ખર્ચ 2798.16 કરોડ થશે અને તે 2026-27માં બંધાઈને પૂર્ણ થઈ જશે.
રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળો જોડાશે- અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું કે આ નવી રેલવે લાઇન ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુવિધા પૂરી પાડશે તે ઉપરાંત તે રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળોને જોડવાનું કામ કરવામાં આ
ADVERTISEMENT
Union Cabinet approves Taranga Hill-Ambaji-Abu Road new rail line to provide connectivity and improve mobility. The estimated cost of this project is Rs. 2798.16 crores and will be completed by 2026-27: Union Minister Anurag Thakur pic.twitter.com/O2pt0Nda2J
— ANI (@ANI) July 13, 2022
તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈન
અંદાજિત ખર્ચ- 2798.16 કરોડ
ટોટલ લંબાઈ- 116.65 કિમી
ક્યારે પૂર્ણ થશે- 2026-27
શું લાભ થશે
- શહેરો વચ્ચે જોડાણ વધશે અને લોકોની સરળતાથી અવરજવર થઈ શકશે
- રોકાણને આકર્ષિત કરશે અને સામાજિક આર્થિક વિકાસ વધશે
- બાંધકામ દરમિયાન 40 લાખ પુરુષોને દિવસની રોજગારી મળશે
- બે યાત્રીધામ, અંબાજી શક્તિપીઠ અને અજિનાથ જૈન મંદિર વચ્ચેનું જોડાણ વધશે
- કૃષિ અને સ્થાનિક ઉપજોની ઝડપી અવરજવર
- અમદાવાદ-આબુ રોડ રેલવે લાઈન પર વૈકલ્પિક રુટ મળશે
इस नई रेलवे लाइन से गुजरात और राजस्थान के सीमांत क्षेत्र में रहने वाले नागरिकों को सुविधा मिलेगी। राजस्थान और गुजरात के महत्वपूर्ण स्थान को इससे जोड़ने का काम किया जाएगा: केंद्रीय मंत्री अनुराग ठाकुर, दिल्ली
— ANI_HindiNews (@AHindinews) July 13, 2022
શું છે નવો રેલવે પ્રોજેક્ટ?
તારંગા હિલ- અંબાજી-આબુ રોડ રેલવે લાઈનની ઘણા લાંબા સમયથી માગ હતી. અંબાજી મુખ્ય યાત્રાધામ છે. સાથે જ આબુમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. સાથે જ ગુજરાતનું તારંગા પણ ખૂબ જ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. કેબિનેટના નિર્ણય મુજબ આ ત્રણેય સાઈટને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ લાઇન 116 કિમી લાંબી હશે. આ પ્રોજેક્ટથી 40 લાખ લોકોને રોજગારી મળશે. આનાથી મહેસાણા પાલનપુરની મુખ્ય લાઇન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પરના દબાણમાં પણ ઘટાડો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT