બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / tv actress priyanka shukla weight loss journey diet like bhumi pednekar bharti sing

મનોરંજન / ટીવી સ્ટાર પ્રિયંકા શુક્લાએ ઘરના જમવાના જોરે ઘટાડ્યું 40 કિલો વજન, અપનાવી ભારતી સિંહ વાળી આ ટ્રીક, નવા લુકમાં ચાહકોને કર્યા ઘાયલ

Manisha Jogi

Last Updated: 04:46 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા શુક્લાએ ટ્રાન્સફોર્મેશન માટે ભારતી સિંહ, સારા અલી ખાન, ભૂમિ પેડનેકર વાળી ટ્રિક અપનાવી હતી. પ્રિયંકાએ જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું હતું.

  • પ્રિયંકા શુક્લા ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં.
  • 40 કિલો વજન ઘટાડ્યું. 
  • જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું. 

ટીવી અભિનેત્રી પ્રિયંકા શુક્લા ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં છે. તેમણે 40 કિલો વજન ઘટાડ્યું છે. પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં આ બાબતે જાણકારી આપી હતી. પ્રિયંકા શુક્લાએ ભારતી સિંહ, સારા અલી ખાન, ભૂમિ પેડનેકર વાળી ટ્રિક અપનાવી હતી. પ્રિયંકાએ જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું હતું. 

 પ્રિયંકાનું વજન 95 કિલો હતું
જોધા અકબર અને સંકટ મોચન ફેમ પ્રિયંકા શુક્લાએ 40 કિલો વજન ઉતાર્યું છે. પ્રિયંકાએ અગાઉ પણ આ બાબતે પોસ્ટ કરી હતી. પ્રિયંકાએ એક પોર્ટલને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વજન ઓછું કરવું તે સરળ વાત નથી. તેણે ખાન પાન પર કંટ્રોલ કર્યો અને ખૂબ જ મહેનત કરી. ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા જોબ કરતી હતી, ત્યારે તેનું વજન 95 કિલો હતું. તેણે વિચાર્યું કે શોબિજમાં જવા માટે વજન ઓછું કરવું જોઈએ. આ ઈન્ડસ્ટ્રીમાં ફિજીકની જરૂરિયાત છે અને અભિનેત્રી બનવા માટે વજન ઓછું કરવાની શરૂઆત કરી. 

ઘરનું જ ખાવાનું
પ્રિયંકા જણાવે છે કે, ‘40 કિલો વજન ઓછું કરવા માટે તેણે ખૂબ જ ડેડિકેટેડ થવું પડ્યું હતું. હું ખૂબ જ ફૂડી હતી અને તેણે પ્રોપર ડાયટ અને વર્કઆઉટના નિયમોને ફોલો કર્યા. જંક ફૂડ ખાવાનું  સંપૂર્ણપણે બંધ કરી દીધું અને માત્ર ઘરનું જ ખાવાનું ખાતી હતી. મેં જમવાનું પણ ઓછું કરી દીધું હતું. બધું જ ખાતી હતી જેથી મેટાબોલિઝમ હાઈ રહે. તમામ ફળ અને શાકભાજી ખાતી હતી અને થોડા સમય સુધી ગળ્યું ખાવાનું બંધ કરી દીધું હતું. પાતળું થવું તે એક ચેલેન્જિંગ બાબત છે, પરંતુ તે મેઈન્ટેઈન રાખવું તે તેના કરતા પણ વધુ ચેલેન્જિંગ છે. હું હજુ પણ ડાયટ ફોલો કરું છું.’

લેટ નાઈટ પાર્ટીઝ બંધ અને પૂરતી બંધ
પ્રિયંકાએ વર્ષ 2017માં એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘ત્યાગ કરવાથી બધુ જ મળે છે. ખરાબ આદતો છોડી દેવી જોઈએ. ફિટનેસ જર્ની સ્ટ્રેસફુલ અને એગ્ઝોટિંગ હોય છે. જે તમારે જાતે જ કરવાનું રહેશે, અન્ય કોઈ નહીં કરે. બિનઆરોગ્યપ્રદ ભોજન કરવાનું બંધ કરવું પડશે. લેટ નાઈટ પાર્ટીઝ બંધ કરીને પૂરતી ઊંઘ લેવાની રહેશે. વર્કઆઉટ માટે જે લોકો તમારું મનોબળ ભાંગી રહ્યા છે, તેનાથી દૂર રહો.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ