બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'Traders are out to cut us off...it will become difficult to survive!', farmers of Amreli expressed their anguish.

VIDEO / 'વેપારીઓ અમને કાપવા બેઠા છે..રહેવું કે જીવવું મુશ્કેલ થઈ જશે.!', અમરેલીના ખેડૂતોએ ઠાલવી વેદના

Vishal Khamar

Last Updated: 06:01 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી એપીએમસીમાં ખેડૂતોને કપાસનાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ એપીએમસી સેક્રેટરીની ચેમ્બરમાં ઘુસી ધરણાં શરૂ કર્યા હતા.

  • અમરેલી એપીએમસીમાં ખેડૂતોનો હોબાળો
  • ખેડૂતોને કપાસનાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ
  • ખેડૂતોના હલ્લાબોલથી જાહેર હરરાજી થઈ ઠપ્પ

 અમરેલી એપીએમસીમાં ખેડૂતોને કપાસનાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. એપીએમસીમાં કપાસનાં ભાવ 1300 થી 1400 રૂપિયા આસપાસ બોલાયો હતો. ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરતા જાહેર હરાજી શરૂ થતાની સાથે જ ઠપ્પ થઈ જવા પામી હતી. ખેડૂતોને ગામડાઓમાં 1500 રૂ. થી વધુનાં ભાવ મળે છે.  જ્યારે યાર્ડમાં 1300 અને 1400 રૂ. સામે ખેડૂતો નારાજ થયા હતા.

ખેડૂતોએ સેક્રેટરીની ચેમ્બરમાં જઈ ધરણાં શરૂ કર્યા
દિવાળીનો તહેવારને ગણતરીનાં દિવસો બાકી છે. ખેડૂતો પોતાનો માલ એપીએમસીમાં વેચવાનો આગ્રહ રાખે છે. જેથી તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે. પરંતું અમરેલી એપીએમસીમાં ખેડૂતોને કપાસનાં પોષણભાવ ન મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. આ બાબતે ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડનાં સેક્રેટરીની ચેમ્બરમાં ઘુસીને ધરણાં શરૂ કર્યા હતા. 

પ્રાગજીભાઈ સાવલીયા (ખેડુત - રાજસ્થળી)

બીજા માર્કેટયાર્ડમાં 1500 આસપાસ ભાવ મળે છેઃ ખેડૂત
આ બાબતે રાજસ્થળીનાં ખેડૂત પ્રાગજીભઆઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, અમે અમરેલી માર્કેટયાર્ડ ખાતે કપાસ લઈને આવીએ છીએ. અમને પુરતા ભાવ મળતા નથી. એટલે અમે અત્યારે હરાજી રોકી છે. અમરેલીમાં 1300 થી લઈ 1350 સુધી કપાસનાં ભાવ મળે છે. જ્યારે બીજા માર્કેટયાર્ડમાં 1500 ની આસપાસ ભાવ રહે છે.  તો અહીંયા કેમ વેપારી ભાવ આપતા નથી. જ્યારે ગામડામાં 1500 સુધીનાં ભાવ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ