બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists visiting the Statue of Unity will now have to wear masks

નિર્ણય / સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ જનાર પ્રવાસીઓએ હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે, તંત્રે લાગુ પાડ્યો નિયમ

Kishor

Last Updated: 10:15 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધરા ખતરા અને રજાઓમાં પ્રવાસીઓની વધતી જતી ભીડને લઈને નર્મદા SOU  ખાતે કોવિડ ગાઇડ લાઇન જાહેર કરી 27 ડિસેમ્બરથી માસ્ક ફરજિયાત કરાયું છે.

  • SOU માટે કોવિડ ગાઇડલાઇન જાહેર
  • SOUમાં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત
  • રજાઓમાં પ્રવાસીઓની ભીડ વધતા નિર્ણય

ચીન સહિત વિશ્વના દેશોમાં ફરી કોરોના કહેર વર્ષી રહ્યો છે. જેને લઈને અનેક દેશોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગુજરાતમાં કોરોના વકરે નહિ તે માટે આગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ બન્યું છે. જેના સરકાર દ્વારા મિટિંગ બોલાવી સંબંધિત વિભાગને સૂચના અપાઈ છે તો હૉસ્પિટલોમા પણ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં રાજકોટની શાળામાં માસ્ક ફરજીયાત કરાયા બાદ હવે નર્મદામાં SOU ખાતે પણ કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

રજાઓમાં પ્રવાસીઓની ભીડ વધતા નિર્ણય

નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 27 ડિસેમ્બરથી કોવિડ ગાઇડલાઇન લાગું કરવા અંગે નિર્ણય લેવાયો છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ જનાર પ્રવાસીઓએ હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે. મહત્વનું છે કે નાતાલની બે દિવસની રજાઓમાં પ્રવાસીઓની ભીડને લઈને કોરોના સંક્રમણના જોખમને પગલે આ નિર્ણય કરાયો છે. ત્યારે SOU ખાતે માસ્કના નિયમ અંગે SOU ઓથોરિટીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં હોટ ફેવરીટ

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ક્રિસમસના તહેવારને લઈ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાની મોજ માણી રહ્યાં છે..આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.. .ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહીતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયુ છે.. વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા રાજપીપલા ST ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ