ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અશ્વલેષા નક્ષત્ર મુજબ શ્રાવણ માસનો પવિત્ર પુણ્ય વૃધ્ધી કરનાર મહિમા 2 ઓગષ્ટ એટલે કે આજથી શરૂ થાય છે. હિન્દુ પંચાંગના 12 માસના નામકરણ વિશિષ્ટ નક્ષત્રો પરથી છે જેમ કે, કારતક માસ કૃતિકા નક્ષત્ર પરથી નામાંકિત છે. એજ રીતે માગશર- મૃગશીરા નક્ષત્ર, પોષ- પુણ્ય નક્ષત્ર, મહા- મઘા નક્ષત્ર, ફાગણ, ફાલ્ગુની (પૂર્વા ફાલ્ગુની-ઉત્તરા ફાલ્ગુની) નક્ષત્ર, ચૈત્ર- ચિત્રા નક્ષત્ર, વૈશાખ- વિશાખા નક્ષત્ર, જેઠ- જ્યેષ્ઠા નક્ષત્ર, અષાઢ- અષાઢા (પૂર્વાષાઢા-ઉત્તરાષાઢા) નક્ષત્ર, ભાદરવો- ભાદ્રપદ (પૂર્વા ભાદ્રપદ-ઉત્તરા ભાદ્રપદ) નક્ષત્ર અને આસો- અશ્વની કે અશ્વિની નક્ષત્ર પરથી નામકરણ પામેલ છે. (બીજા મતમાંતર મુજબ આસો અશ્વલેષા નક્ષત્ર મુજબ) 2 ઓગષ્ટ 2019થી શ્રાવણ માસનો પવિત્ર પુણ્ય વૃધ્ધી કરનાર મહિમા શરૂ થાય છે.
ADVERTISEMENT

શ્રવણ નક્ષત્ર આકાશગંગાનું 22મું નક્ષત્ર છે જે ચંદ્રનું નક્ષત્ર ગણાય છે. ચંદ્ર દેવને શિવજી મસ્તક, કપાળ કે ભાલામાં ધારણ કરે છે. જેથી શિવજીનું એક નામ ભાલચંદ્ર પણ છે. આ ઉપરાંત શ્રવણ નક્ષત્રની તારાવલી કહો કે તારલાની શૃગણાં કહો તે શ્રવણ નામનો એક અત્યંત પૂણ્યશાળી ડાહ્યા ડમરા કદયાગરા પુત્રની માતા-પિતાની અતુટ સેવા ભક્તિને કારણે સાદર અર્પિત કરાયેલ છે.
ADVERTISEMENT
આપણે સૌ જાણીએ છીએ શ્રવણની માતૃ-પિતૃ ભક્તિ કે જેમાં તેણે પોતાનાં વૃધ્ધ અશક્ત માતા-પિતાને કાવડમાં બેસાડી કાવડને પોતે જ ખભા પર ઉંચકીને ચાર ધામની યાત્રા સદીઓ પહેલાં કરાવી હતી. જ્યારે આજની જેમ રોડ-રસ્તાની કે રોકાવા માટે હોટલની સુવીધા ન હતી. તેવા કપરા કાળમાં શ્રવણે તેના માતા-પિતાની ઇચ્છાઓ પૂર્ણ કરેલી. ધન્ય છે શ્રવણને નત મસ્તક શત શત પ્રણામ શ્રવણ.
આજથી શ્રાવણ માસમાં કવડીયા પ્રથાનો પ્રારંભ થયો જેમાં દેશના જુદા-જુદા સ્થળેથી કાવડીયાઓ જળ ભરીને અંતે કાશી વિશ્વનાથ શિવલિંગ પર અભિષેક કરવાની ટેક રાખીને એ માન્યતા પુરી કરે છે. શ્રાવણ માસ શિવ ભક્તિ માટે ઉત્તમ છે. શિવજી એક જ એવા ભગવાન છે તે અત્યંત ભોળા છે. સાચા મનથી થોડીક જ ભક્તિથી તરત જ પ્રશન્ન થઇ જાય છે, ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે અને આશિવાર્દ વરસાવે છે. સતયુગમાં પણ શિવજીએ ઘણા ભક્તોને સાક્ષાત્કાર દર્શન આપીને મહાન વરદાન આપેલાં છે.
ADVERTISEMENT

શિવજીના તત્વમાંથી કે શિવજીના સત્વમાંથી આપણને નિ:સ્વાર્થ પશું પ્રેમનો પાઠ શીખવા મળે છે. જેમ કે, શિવજી સાપને ગળે વિંટળીને રાખે છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે, સાપ જેવા ઝેરીલા પ્રાણી પણ પ્રેમને વશ થાય છે. વૃશભ દેવ પણ શિવજીની સેવામાં ખડેપગે રહે છે. કાચબો પણ શિવગણમાં છે. જેમાથી ધેર્યનો ગુણ આપણને શિખવો અને અપનાવવો જોઇએ. એજ રીતે વૃષભ અને સાપમાંથી શિવ પારાયણતા, શિવજી શરણ, શિવજીની સેવા જેવા ગુણો શીખવા જોઇએ. જેને સામાન્ય બોલવામાં આપણે નંદી તરીકે જાણીએ છીએ. (ક્રમશ;)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો