today cm bhupendra patel cabinet meeting in gandhinagar
ગાંધીનગર /
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, લમ્પી વાયરસ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા
Team VTV09:35 AM, 03 Aug 22
| Updated: 09:42 AM, 03 Aug 22
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. જેમાં લમ્પી વાયરસ સહિતના મુદ્દે ચર્ચા કરાશે.
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક
બેઠકમાં લમ્પી વાયરસની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરાશે
રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે
આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં લમ્પી વાયરસ મુદ્દેની કામગીરી અને હાલની સ્થિતિની સમીક્ષા કરાશે. તેમજ 'હર ઘર તિરંગા અભિયાન' મુદ્દે પણ ચર્ચા થશે. એ સિવાય બેઠકમાં પાક નુકસાન સર્વે રિપોર્ટ, રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, સિઝનના 60 ટકા વધુ વરસાદની સ્થિતિ હોવા છતાં મોટા-મોટા ડેમ હજુ સુધી ખાલી છે. ઉત્તર ગુજરાતના તમામ ડેમોમાં પાણીની જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. આ સિવાય આજની આ કેબિનેટ બેઠકમાં કેમિકલકાંડ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
20 જિલ્લામાં લમ્પી વાયરસનો પગપેસારો
લમ્પી વાયરસના વધતા કેસે સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે અને રાજ્ય સરકાર રોગચાળાને નાથવા માટે હવે એક્શન મોડમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે લમ્પી વાયરસને લઈને કેબિનેટ બેઠક મળશે. જેમાં લમ્પી વાયરસના સંક્રમણ પર ઝડપી નિયંત્રણ અને વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકારે લમ્પી વાયરસના સંક્રમણ પર ઝડપી નિયંત્રણ માટે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષસ્થાને પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના માર્ગદર્શનના આધારે રાજ્ય સરકાર પશુઓની સલામતી માટે કાર્ય કરશે.
20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ
તમને જણાવી દઇએ કે, પશુપાલન વિભાગના આંકડા મુજબ 20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 57 હજાર 677 પશુઓ અસરગ્રસ્ત થયા છે. જ્યારે 1,639 પશુઓનાં મૃત્યુ થયા છે.