tock market closes in green Sensex rises by 1300 and nifty by 400 points
રાહત /
ગઇકાલે કચ્ચરઘાણ બાદ આજે શેર બજાર રહ્યું ગરમ, જુઓ એક દિવસમાં કેટલી કરી રિકવરી
Team VTV04:24 PM, 25 Feb 22
| Updated: 04:24 PM, 25 Feb 22
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર જોરદાર ગતિ સાથે બંધ થયું. સેન્સેક્સ 1330 પોઈન્ટ વધીને 55,860 અને નિફ્ટી 409 પોઈન્ટના વધારા સાથે 16,656 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજાર જોરદાર વેગ સાથે બંધ
સેન્સેક્સ 1300 અને નિફ્ટી 400 પોઈન્ટ વધીને બંધ
ગુરુવારે ભારતીય શેરબજારમાં કડાકો બોલાયો હતો
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ પગલે ભારતીય શેરબજાર ઊંધા માથે પછડાયુ હતું જે એક જ દિવસમાં ફરી પાછુ અપ આવી ગયું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર જોરદાર ગતિ સાથે બંધ થયું. સેન્સેક્સ 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55,858 પર અને નિફ્ટી 410 પોઈન્ટ વધીને 16,658 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં રોકાણકારોની જબરદસ્ત ખરીદી જોવા મળી હતી.
ભારતીય શેરબજાર જોરદાર વેગ સાથે બંધ
મુંબઈ સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેર લીલા નિશાનમાં અને માત્ર એક જ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા અને માત્ર 3 શેર જ લાલ નિશાનમાં બંધ થયા હતા.
સેન્સેક્સમાં સૌથી વધુ ફાયદો ટાટા સ્ટીલનો હતો. જે 6.54 ટકા વધીને રૂ.1145 પર બંધ રહ્યો હતો, જ્યારે માત્ર નેસ્લેનો શેર હતો જે 0.25 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીમાં સૌથી વધુ ફાયદો કોલ ઈન્ડિયાનો હતો, જે 8.97 ટકાના વધારા સાથે રૂ. 163.45 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં બ્રિટાનિયા 0.67 ટકા ઘટીને રૂ.3422 પર બંધ રહ્યો હતો.
આ શેરમાં તેજી
ટાટા સ્ટીલ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેન્ક 5.83 ટકા, બજાજ ફાઇનાન્સ 5.16 ટકા, NTPC 4.91 ટકા, ટેક મહિન્દ્રા 4.26 ટકા, એક્સિસ બેન્ક 3.76 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 3.76 ટકા તેજી સાથે બંધ થયા હતા.
આ શરેમાં ઘટાડો
પાવર ફાઇનાન્સ 2.78 ટકા, એચપીસીએલ 1.60 ટકા, ડૉ. લાલપથલેબ 1.06 ટકા, મેટ્રોપોલિસ 0.77 ટકા, નિપ્પોન 0.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
શેરના ભાવ થયા આકર્ષક
જે રોકાણકારો છેલ્લા બે વર્ષથી બજારમાં તેજીનો લાભ લેવાનું ચૂકી ગયા હતા તેઓ રશિયા અને યુક્રેન પર હુમલા બાદ શેરબજારમાં ભારે ઘટડો થતા રોકાણકારોને રોકાણ કરવાનો લાભ મળી ગયો છે. કેટલાક શેરમાં 20થી 50 ટકા ઘટાડો નોંધાયો. આવામાં રોકાણકારો આ ભાવે શેર ખરીદવા માગે છે. આથી ગુરુવારે આટલો મોટો ઘટાડો થવા છતાં પણ શુક્રવારે રોકાણકારોનો ઉત્સાહ તો એનો એજ હતો. મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં 3464 શેરની ટ્રેડિંગ થાય છે જેમાં
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં 2,638 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે માત્ર 732 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 94 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 299 શેર અપર સર્કિટથી અને 294 લોઅર સર્કિટથી બંધ થયા હતા.