બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / This player will become the vice captain of Team India in the WTC final! A big update has come out
Megha
Last Updated: 10:46 AM, 13 May 2023
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી 11 જૂન સુધી લંડનના ઓવલ મેદાનમાં આ મોટી મેચ રમવાની છે પણ આ વચ્ચે દરેક લોકોણઆ મનમાં એક સવાલ છે કે આ મેચમાં વાઇસ કેપ્ટન કોણ હશે? નોંધનીય છે એ વાઇસ કેપ્ટનનું નામ ટીમની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં વાઈસ-કેપ્ટન્સીની જવાબદારી કોણ નિભાવશે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
NEWS - KL Rahul ruled out of WTC final against Australia.
— BCCI (@BCCI) May 8, 2023
Ishan Kishan named as his replacement in the squad.
Standby players: Ruturaj Gaikwad, Mukesh Kumar, Suryakumar Yadav.
More details here - https://t.co/D79TDN1p7H #TeamIndia
ADVERTISEMENT
આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન!
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભલે રોહિત શર્મા માટે ડેપ્યુટીના નામની જાહેરાત ન કરી હોય પણ હાલ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે અને એ અનુસાર ચેતેશ્વર પૂજારાને ઉપ-કપ્તાનીની જવાબદારી મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ લીધા બાદ ટીમ 23 મેના રોજ સબમિટ કરવામાં આવશે જે દરમિયાન પૂજારા ને સત્તાવાર વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયા માટે આ જવાબદારી નિભાવી ચૂક્યો છે.
વાઈસ કેપ્ટનને લઈને આ મોટું અપડેટ સામે આવ્યું
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ એ વિશે જણાવ્યું હતું કે 'ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન રહેશે. દરેક વ્યક્તિને આ વાત વિશે જાણકારી છે પણ સત્તાવાર રીતે તેનો ઉલ્લેખ થયો નથી. જ્યારે અમે ફાઇનલ ટીમ આઈસીસીને મોકલીશું ત્યારે તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવશે. ચેતેશ્વર પૂજારા સસેક્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેને ફોર્મમાં જોઈને સારું લાગી રહ્યું છે.'
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
પૂજારાનું કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમનો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂજારા હાલમાં ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ સસેક્સ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. કાઉન્ટી ક્રિકેટની આ સિઝનમાં ચેતેશ્વર પૂજારા ખૂબ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. તેણે 4 મેચમાં ત્રણ સદી ફટકારી છે અને કાઉન્ટી ક્રિકેટમાં સસેક્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે જ સમયે, 115, 35, 18, 13, 151, 136 અને 77 ના સ્કોર સાથે, પૂજારાએ ઇંગ્લેન્ડમાં તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.