બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / this cannot be considered as a case of medical negligence', Supreme Court's big decision know the entire case

સુનાવણી / '...તો આને તબીબી બેદરકારીનો મામલો ન ગણી શકાય', મેડિકલ લાપરવાહીને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો સમગ્ર કેસ

Megha

Last Updated: 10:50 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તબીબી બેદરકારીના કેસ પર નિર્ણય સાંભળવતી વખતે  સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દર્દીના મેડિકલ કોમ્પ્લીકેશનનું ચાલુ પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી તો તેને મેડિકલ બેદરકારીનો મામલો ગણી શકાય નહીં.

  • સુપ્રીમ કોર્ટે મેડિકલ બેદરકારીના એક મામલામાં મહત્વનો નિર્ણય આપ્યો 
  • દર્દીના મેડિકલ કોમ્પ્લીકેશનનું ચાલુ પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી તો તે બેદરકારી નથી 

સુપ્રીમ કોર્ટે મેડિકલ બેદરકારીના એક મામલામાં મહત્વનો નિર્ણય આપતાં કહ્યું હતું કે, જો દર્દીને મેડિકલ કોમ્પ્લીકેશનનો સામનો કરવો પડે છે અને તેનો ચાલુ મેડિકલ પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી તો તેને મેડિકલ બેદરકારીનો મામલો ગણી શકાય નહીં.

જો સંબંધ તૂટવાની અણીએ હોય ત્યારે પતિ-પત્નીને સાથે રાખવા એ ક્રૂરતાઃ સુપ્રીમ  કોર્ટ | If keeping husband and wife together when relationship is on the  verge of breakdown is cruelty ...

તબીબી બેદરકારીના કેસ પર નિર્ણય સાંભળવતી વખતે  સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે res ipsa locitur ના સિદ્ધાંતોને લાગુ કરવા માટે, તબીબી બેદરકારીનો આરોપ સ્થાપિત કરવા માટે 'રેસ' હાજર હોવી જરૂરી છે.  Res ipsa locitur એ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે "વસ્તુ પોતાના માટે બોલે છે."

જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ દ્વારા આ ટિપ્પણી ગ્રાહક પંચના આદેશને જાળવી રાખતી વખતે આવી છે જેમાં મહિલાને રાહત આપવામાં આવી ન હતી. કોર્ટે કહ્યું કે જો દર્દીઓને થતી મુશ્કેલીઓ તબીબી પ્રક્રિયા સાથે સંબંધિત નથી તો તેને બેદરકારીનો મામલો ગણવામાં આવશે નહીં. “કેસના તથ્યો અને પરિસ્થિતિઓમાં res ipsa locitur ના સિદ્ધાંતો ત્યારે લાગુ થાય છે જ્યારે સંજોગો ભારપૂર્વક જણાવે છે કે બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવેલ વ્યક્તિની પણ એ બેદરકારીમાં ભાગીદારી છે.' 

અમે ના પાડી છતાં કેમ વધાર્યો કાર્યકાળ? બીજો કોઈ ઓફિસર નથી? : કેન્દ્ર સરકાર  પર કેમ ભડકી સુપ્રીમ કોર્ટ? / Is it so important that even after my refusal,  the term was

આ નિર્ણય કોર્ટ એક મહિલાની સુનાવણી કરી રહી હતી જેના પતિનું હૃદય બંધ થવાથી મૃત્યુ થયું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિને પ્રાઈવેટ રૂમમાં ખસેડવામાં આવ્યા ત્યારથી લઈને તેને કાર્ડિયાક અરેસ્ટ ન આવે ત્યાં સુધી હોસ્પિટલે તેની પર્યાપ્ત સંભાળ પૂરી પાડી ન હતી.

અપીલકર્તાએ જણાવ્યું હતું કે તેમના પતિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, જોકે તેમને હૃદયની કોઈ સમસ્યા નહોતી. મહિલાના વકીલે કહ્યું કે એડમિશન સમયે તેને જાણ કરવામાં આવી હતી કે સર્જરી બાદ તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવશે, પરંતુ તેને રિકવરી રૂમમાંથી સીધી પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના વકીલે આ દલીલનો વિરોધ કરતા કહ્યું કે ન્યુરોસર્જરી બાદ દર્દી ખૂબ સારી રીતે સ્વસ્થ થઈ ગયો હતો અને ઓપરેશન પછીની કોઈ જટિલતાઓ ન હતી, તેથી તેને રિકવરી રૂમમાં અને પછી ખાનગી રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ