ભવિષ્ય /
આ રેખા પૂરુ કરે છે વિદેશ જવાનું સપનું, ફટાફટ ચૅક કરી લો તમારા હાથની રેખાઓ
Team VTV02:19 PM, 30 Sep 21
| Updated: 12:14 PM, 06 Oct 21
હાથની રેખાઓ કરિયર, પૈસા, મેરિડ લાઇફ, હેલ્થ વગેરે વિશે ઘણું કહી જાય છે. ત્યારે તે પણ જણાવે છે કે વિદેશ જવાની રેખા તમારા હાથમાં છે કે નહી.
શું તમારા હાથમાં વિદેશયોગ છે?
વિદેશ જવાની રેખા ક્યાં હોય છે?
હાથની રેખા પરથી જાણો તમારું ભવિષ્ય
કેટલાક લોકોને વિદેશ જવાની ખુબ ઘેલછા હોય છે પરંતુ ઘણા પ્રયત્નો છતાં તેઓ વિદેશ જઇ શકતા નથી કારણકે તેઓના હાથમાં વિદેશ જવાની રેખા હોતી જ નથી. આજે અમે તમને જણાવીશું કે ક્યા લોકોના હાથમાં વિદેશ જવાની રેખા હોય છે.
આ જાતકોને મળશે વિદેશ જવાની તક
જે જાતકોના હાથમાં સોથી નાની આંગળી નીચે સ્થિત બુધ પર્વત પરથી કોઇ રેખા નીકળીને અનામિકા આંગળી સુધી જશે તો તેને વિદેશ જવાની તક ઘણીવાર મળશે.
જીવનરેખાથી નીકળીને કોઇ રેખા ચંદ્ર પર્વત સુધી જાય છે તો આવા જાતકને પણ વિદેશ જવાનો મોકો મળે છે.
મણિબંધથી કોઇ રેખા મંગળ પર્વત સુધી જાય તો તે વ્યક્તિ પણ સમુદ્રના રસ્તે વિદેશ જઇ શકે છે.
વિદેશયાત્રાથી થાય છે લાભ
એવા લોકો જે માત્ર વિદેશ યાત્રા જ નથી કરતા પરંતુ તે યાત્રા દરમિયાન પૈસા પણ કમાય છે અને વિદેશ જઇને વસી જાય છે તેમના વિશે પણ હસ્તરેખાથી જાણી શકાય છે.
ચંદ્ર પર્વતથી કોઇ રેખા શનિ પર્વત સુધી જાય છે તો આવા જાતકો માત્ર વિદેશયાત્રા નથી કરતા પરંતુ ત્યાં જઇને વસી જાય છે.
જે લોકોના હાથમાં યાત્રા રેખા જીવન રેખા કરતા મોટી અને ઘાટી છે તો તેવા જાતકો વિદેશમાં વસી જાય છે.
ચંદ્ર પર્વત પાસે ત્રિભુજનું નિશાન વર્લ્ડ ટૂર કરાવે છે.