બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / These are the places in India where the festival of Holi is not celebrated

Holi / ભારતના એવા વિસ્તાર જ્યાં હોળી મનાવવા પર છે પ્રતિબંધ, ગુજરાતની આ શ્રાપિત જગ્યા પણ લિસ્ટમાં

Vishal Dave

Last Updated: 05:14 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં હોળી બિલકુલ ઉજવવામાં આવતી નથી. તમને પણ આ સાંભળીને થોડું અજુગતું લાગશે પણ આ સાચું છે. હોળીના દિવસે અહીં ગુલાલ મેળવવો મુશ્કેલ બને છે..

હોળીના તહેવારને હવે માત્ર 2 દિવસ બાકી છે. રંગોના આ તહેવારની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારની ખાસ વાત એ છે કે લોકો પોતાની નારાજગી ભૂલીને એકબીજાને રંગો લગાવે છે.

જો કે, દરેક લોકો રંગોના આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. પરંતુ આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં હોળી બિલકુલ ઉજવવામાં આવતી નથી. તમને પણ આ સાંભળીને થોડું અજુગતું લાગશે પણ આ સાચું છે. હોળીના દિવસે અહીં ગુલાલ મેળવવો મુશ્કેલ બનશે. આ લેખમાં અમે તમને આ જગ્યાઓ વિશે જણાવીશું.

દુર્ગાપુર, ઝારખંડ

ઝારખંડમાં એક એવી જગ્યા પણ છે જ્યાં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. આ જગ્યાનું નામ દુર્ગાપુર છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાં 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજાના પુત્રનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ હોળીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ ગામના લોકો હોળીના તહેવારની ઉજવણી કરવા પડોશના ગામમાં જાય છે.

બનાસકાંઠા

તમને જણાવી દઈએ કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવું જ ગામ છે - જ્યાં લોકો હોળી નથી ઉજવતા. આ ગામનું નામ રામસન છે. આ ગામ કેટલાક સંતો દ્વારા શાપિત છે. જેના કારણે અહીંના લોકો હોળીની ઉજવણી નથી કરતા .

તમિલનાડુ

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પણ હોળી ઉજવાતી નથી. હોળીના દિવસે લોકો માસી માગમનો તહેવાર ઉજવે છે.  આ એક સ્થાનિક તહેવાર છે. 

રૂદ્રપ્રયાગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ત્રણ ગામ ક્વિલી, કુરખાન અને જૌડલામાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંની દેવી ત્રિપુરા સુંદરીને ઘોંઘાટ પસંદ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ