લોકસભા ચૂંટણીમાં તમામ રાજનીતિક દળો પ્રચારમાં લાગી ગયા છે. રાજનીતિક પાર્ટીઓના નેતા પોતાના ટોચના નેતૃત્વના વખાણ કરવા માટે કોઇ કસર નથી બાકી રાખતા. પીલીભીત લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર વરૂણ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ જ વખાણ કર્યા. વરૂણ ગાંધીએ કહ્યુ કે, ''મારા પરિવારમાંથી કેટલાક લોકો પ્રધાનમંત્રી રહ્યા હતા, પરંતુ જે સન્માન મોદીજીએ દેશને અપાવ્યુ છે તે સન્માન લાંબા સમયથી કોઇએ દેશને અપાવ્યુ નથી.''
વરૂણ ગાંધીએ રવિવારના પીલીભીત લોકસભા ક્ષેત્રની વિધાનસભા બહેડીમાં જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પર તેમણે પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યુ કે, ''વીપી સિંહ પણ રાજા હતા, નરસિમ્હા રાવ પણ મોટા વ્યકિત હતા, અટલજી સામાન્ય પરિવારમાંથી હતા, તેમણે આ પ્રકારની ગરીબી ક્યારેય નહોતી જોઇ.''
વરૂણ ગાંધીએ કહ્યુ કે, ''મોદીજી તો સામાન્યથી પણ નબળા પરિવારમાંથી આવ્યા હત, મારા પરિવારમાંથી કેટલાક લોકો પીએમ રહી ચૂક્યા છે, પરંતુ જે સન્માન દેશને મોદીજી અપાવ્યુ છે તે સન્માન લાંબા સમય સુધી કોઇએ દેશને નથી અપાવ્યુ.''
આ સિવાય પણ વરૂણ ગાંધીએ એક જનસભા સંબોધિત કરતા કહ્યુ કે,'' દેશને એક લાંબા દાયકા પછી આવા પ્રધાનમંત્રી મળ્યા છે જેમના વિશે છાતી ખોલીને બોલી શકાય કે અમારા પાસે આવા પ્રધાનમંત્રી છે.'' પીલીભીતમાં નામાંકન પછી વરૂણ ગાંધીએ કહ્યુ કે, ''મોદીજી માટે દેશના સૈનિકની જેમ ઝંડો લઇને ઉભો છું.''
ભાજપના સાસંદે કહ્યુ કે, ''જે કામ પીએમ મોદીએ 5 વર્ષમાં કર્યા છે, તે આગામી સમયમાં દેશનુ નામ વધારે રોશન કરશે. દેશને દુનિયાભરમાં પ્રખ્યાત કરાવશે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઘણુ કામ કર્યુ છે, પરતુ આપણા માટે સુરક્ષા પણ એક મુદ્દો છે, જેણે વિપક્ષી પાર્ટીઓ દ્વારા રાજનીતિક સ્તર પર ઉતારવામાં આવ્યો છે.''
ઉલ્લેખનીય છે કે, વરૂણ ગાંધી આમ તો સુલ્તાનપુરના સાસંદ છે. પરંતુ આ વખતે પાર્ટીએ તેણે પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે અને પીલીભીતની સાસંદ અને વરૂણ ગાંધીની માતા મેનકા ગાંધીને સુલ્તાનપુરની ટિકિટ આપી છે. વરૂણ ગાંધી પૂર્વ પ્રધાનંત્રી ઇન્દિરા ગાંધીના પૌત્ર અને રાજીવ ગાંધીના ભત્રીજા છે, તેમના પરિવારમાંથી જ જવાહર લાલ નહેરુ સૌથી પહેલા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.