બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The work of sitting the Congress in Gujarat is like chewing iron gram, the new captain Shaktisingh will be able to show 'Shakti'?

મહામંથન / લોઢાના ચણા ચાવવા જેવું છે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાનું કામ, નવા સુકાની શક્તિસિંહ દેખાડી શકશે 'શક્તિ'?

Vishal Khamar

Last Updated: 03:18 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક જૂથવાદનાં કારણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હજુ પણ કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલુ જ છે. ત્યારે હવે કોંગ્રેસનાં નવા સુકાની તરીકે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ કોંગ્રેસનાં આંતરિક કલહને દૂર કરી શકશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે.

ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીની આ સુકાની એટલે શક્તિસિંહ ગોહિલએ કહેવાની જરૂર નથી કે કેટલા પડકારોની વચ્ચે શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યું. એક સાદો હિસાબ માંડીએ તો વર્ષ 2025 જયારે આવશે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં સત્તાથી દૂર થઈ તેને 30 વર્ષ પૂરા થઈ જશે. દર ચૂંટણીએ વાતો મોટી મોટી થાય છે પણ જયારે ઈવીએમ ખુલે છે ત્યારે કોંગ્રેસ માટે સહેજ પણ ફૂલગુલાબી ચિત્ર હોતું નથી. કોંગ્રેસનો ગુજરાતમાં સત્તાથી સન્યાસ કેવી રીતે દૂર કરવો.  કાર્યકરોમાં સ્વીકૃત હોય શકે પણ કાર્યકરોને દોડતા કરવા અને મતદારોને કોંગ્રેસની તરફેણમાં વાળવા તો કેમ વાળવા, આ મહત્વના પડકારોની વચ્ચે જયારે શક્તિસિંહને ગુજરાત કોંગ્રેસનું સુકાન મળ્યું છે ત્યારે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસને બેઠી કરી શકશે કે કેમ તેના પર કરીએ ચર્ચા.

શક્તિસિંહ ગોહિલ સામે પડકાર શું?
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને બેઠી કરવી છે. ત્યારે કાર્યકરોમાં વિશ્વાસ જગાવવો. તેમજ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન છે. કોંગ્રેસમાં નવા અને યુવા ચહેરાઓને લાવવા. તેમજ બુથ સ્તરનું સંગઠન મજબૂક કરવું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષ છોડી જતા રોકવા. અને પ્રદેશ કોંગ્રેસની જૂથબંધીના ખાળવી.  આગામી સમયમાં 2 જીલ્લા પંચાયત તેમજ 70 નગરપાલિકાની મહત્વનો ટાસ્ચ છે. તમામ કાર્યકરો ટીમ કોંગ્રેસ બનીને કામ કરે તે મહત્વનું છે. 

શક્તિસિંહ ગોહિલની પસંદગી કેમ?

  • પીઢ રાજકારણી
  • ગુજરાતના રાજકારણને નજીકથી જાણનારા
  • કોંગ્રેસના કાર્યકરોમાં સ્વીકૃત
  • સ્વચ્છ છબી, સંગઠનનો અનુભવ
  • મુદ્દાની ધારદાર રજૂઆત કરનાર નેતા તરીકેની છબી
  • કોંગ્રેસ હાઈકમાન્ડના વિશ્વાસુ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ