બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:40 PM, 16 September 2022
ADVERTISEMENT
દરેક માતા-પિતા પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે શું નથી કરતા. બીજી તરફ એ બાળક જ્યારે મોટો થઈને પોતાના માતા-પિતાના ચહેરા પરના સ્મિતનું કારણ બને છે ત્યારે સમજવું કે એ માતા-પિતાનું જીવન સફળ થઈ ગયું. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો તેમના માતા-પિતાના સ્મિતનું કારણ બને છે.
માતાના ચહેરાનું સ્મીત જીતી લેશે દીલ
આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પુત્ર લક્ઝરી કાર ખરીદ્યા બાદ તેની માતાને ડ્રાઈવિંગ સિટ પર બેસાડે છે. ત્યાર બાદ માતાના ચહેરાનું સ્મિત તમારું દિલ જીતી લેશે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મહિલાએ ફૂલ સ્પીડમાં ચલાવી કાર
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા લક્ઝરી કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠી છે. તે તેના પુત્ર સાથે વાત કરતી વખતે કાર ચલાવી રહી છે. તે મહિલાની ખુશીનો કોઈ પાર નથી. તે બસ સ્માઈલ કરતી જઈ રહી છે. તેની જોરદાર સ્માઈલ લોકોના હૃદયને સ્પર્શી રહી છે. જોકે, મહિલાનું ડ્રાઇવિંગ જોઈને લાગે છે કે તેને ડ્રાઇવિંગનો વર્ષોનો અનુભવ છે.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Saikiran Kore નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે "મારી માતા XUV700 ચલાવી રહી છે." લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝરની માતાની સ્માઈલ નેટીઝન્સનું દિલ જીતી રહી છે. તે જ સમયે, આ વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.