બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / The sea water penetrated into the lamp, heavy rain all night, see the scenes
Last Updated: 10:41 AM, 18 May 2021
ADVERTISEMENT
Tauktae-તૌકતે વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા તંત્ર અલર્ટ ભન્યું હતું જોક તૌકતે વાવાઝોડું સોમવારની રાતે ઉના પાસે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું હતું, વાવાઝોડાં ત્રાટકતા સાથે દીવ અને ઉના સહિતના આસપાસના પંથકમાં વાવાઝોડાની અસર વર્તાવા લાગી હતી, વાવાઝોડું ટકરાય તે પહેલા જ પવનની ગતિ તેજ થઈ ગઈ જેથી ભારે પવન ફંકાવાના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.
ADVERTISEMENT
ઉનામાં એક મોબાઈલ ટાવર પણ ધારાશાયી થયો જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ભારે પવન સાથે વરસાદ પણ શરૂ થયા સૌ કોઈના જીવ અધ્ધર થઈ ગયા હતા..
વાવાઝોડાના કારણે દીવ સહિત સમગ્ર પંથકમાં ભારે થી અતિભારે વરસાદ ખાબક્યો છે, તૌકતે વાવાઝોડાની અસરને કારણે દીવ દરિયાના પાણી દીવમાં ઘૂસી આવ્યા. તૌકતે વાવાઝોડાએ દીવમાં સર્જી તારાજી છે જેને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે આર્મીની 6 ટીમ આવી દીવની વ્હારે આવી પહોંચી છે, આર્મીના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
કરવામાં આવી છે વાવાઝોડામાં વીજ પોલ ઉખડી પડયા છે તો વૃક્ષા પડી જતા આર્મી જવાનો દ્વારા રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી છે.
સૌકોઈના જીવ અધ્ધર થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળી
મહત્વનું છે કે તૌકતે વાવાઝોડાને પગલે ઉના પંથકમાં 150 કિ.મીની ઝડપે પવન ફુંકાતો જોવા મળ્યો તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા.
Tauktae-તૌકતે ટકરાયું
બીજી તરફ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી રોડ રસ્તા હાઈવે બંધ થઈ ગયા અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી જવાથી રોડ રસ્તા બંધ થઈ ગયા છે. વીજ પોલ પડી જતા સંમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડું આવતાં પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મોટાં મોજાં ઊછળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે અગાવથી કરેલી તૈયારી અને રાતનો સમય હોવાથી જાનહાનિ થઈ નહોતી. દક્ષિણ ગુજરાતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતું.
વાવાઝોડાને લીધે ભારે પવન ફુંકાયો
જ્યારે વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થયો હતો. દીવમાં સાંજે 6 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી ભારે વરસાદ ખાબક્યો છે, મહત્વનું છે કે વાવાઝોડાના કારણે દીવના વણાકબોરા વિસ્તારમાં ભારે નુક્સાન થયું છે. તો ઉનામાં પણ તીવ્રઝડપે પવન ફુંકાયો જેના કારણે મોબાઈલ ટાવર, વૃક્ષો ધરાશાયી થયા તો હોડિંગ્સ પડી ગયા હતા..
દીવમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો
ભારે પવન અને કારણે કાચા મકાનોના છાપરાં પણ ઉડી ગયા હતા વાવાઝોડાને કારણે પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. સોમવારે દિવસ દરમિયાન ઉના, વેરાવળ અને દીવમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ઉનાના સંયદ રાજપરા બંદરના કિનારે એક બોટ ડૂબી ગઇ હતી. કોડિનાર પાસે પણ એક બોટ તણાઈ ગઈ હતી.જો કે, જાનહાનિ થઇ ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.