બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The government has fixed the issue price of Rs 5,926 per gram for the first phase of the Sovereign Gold Bond Scheme 2023-24.

Gold / સરકારે કરી નાખ્યો ખુલાસો, સોમવારથી આટલું સસ્તું મળશે સોનું, ગજબની સ્કીમનો આવી લઈ શકશો લાભ

Pravin Joshi

Last Updated: 11:21 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇશ્યૂ 19-23 જૂન 2023ના સમયગાળા દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવશે. જેમાં સેટલમેન્ટની તારીખ 27 જૂન, 2023 છે. સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

  • સરકાર 5,926 રૂપિયામાં ગોલ્ડ બોન્ડ આપશે
  • સોમવારથી 5 દિવસ માટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે
  • 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ અપાશે

સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ના પ્રથમ તબક્કા માટે 5,926 રૂપિયા પ્રતિ ગ્રામની ઇશ્યૂ કિંમત નક્કી કરી છે, જે સોમવારથી પાંચ દિવસ માટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇશ્યૂ 19-23 જૂન, 2023ના સમયગાળા દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવશે. જેમાં સેટલમેન્ટની તારીખ 27 જૂન, 2023 છે. સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

સોનું ખરીદવા માગતા લોકોને તડાકો પડ્યો, સતત 5મા દિવસે ભાવમાં રેકોર્ડબ્રેક  ઘટાડો, જાણો 18 કેરેટ કેટલું સસ્તું I Gold-Silver Price Today 15 June 2023,  MCX and bullion market

50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ 

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને એવા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાંથી 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે જેઓ ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરે છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,876 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. બોન્ડનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્ય સ્ટોક એક્સચેન્જો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

Topic | VTV Gujarati

તમે એક ગ્રામથી શરૂઆત કરી શકો છો

આ યોજના નવેમ્બર 2015 માં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ ભૌતિક સોનાની માંગ ઘટાડવા અને ઘરની બચતનો એક ભાગ – સોનાની ખરીદી માટે – નાણાકીય બચતમાં ટ્રાન્સફર કરવાનો હતો. ગોલ્ડ બોન્ડની કિંમત ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા 999 શુદ્ધતાના સોનાની સરેરાશ બંધ કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ યોજનામાં, તમે ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો. જ્યારે મહત્તમ મર્યાદા વ્યક્તિગત માટે 4 કિલો, HUF માટે 4 કિલો અને ટ્રસ્ટ માટે 20 કિલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ