ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / The decision was taken by Morari Bapu on Corona virus

CoronaVirus / કોરોના વાયરસ મામલે મોરારી બાપુએ જે કહ્યું હતું તે જ કર્યુ, લીધો આ નિર્ણય

Published By: Intern

Last Updated: 03:04 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાવાયરસે હાલ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાનું સંકટ ભારત પર આવ્યું છે અને અત્યારસુધી ભારતમાં કોરોનાવાયરસના 110 કેસ નોંધાયા છે અને બે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે સરકારે લોકોને સાવચેત રહેવાના સંદેશ આપી દીધા છે. આ વચ્ચે મોરારી બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ADVERTISEMENT

  • કોરાનાવાયરસ સામે સાવધાન રેહવા અપીલ કરી
  • મંડપ ઉતારીને હું તલગાજરડા જતો રહીશઃ મોરારી બાપુ
  • કથા ઘરે બેસી ટીવીમાં સાંભળો: મોરારી બાપુ

કોરોના વાયરસને ધ્યાનમાં લઈને મોરારી બાપુએ તકેદારીના ભાગરૂપે ખુબ મહત્વનો નિર્ણય લીધો છે. જેથી મોરારી બાપુની કથા 15 દિવસ માટે રાજુલામાં મોકૂફ રહેશે અને જો યોગ્ય રહશે તો 1 એપ્રિલથી ફરી શરુ થશે. જો કે રાજુલામાં આજે કથાનો ત્રીજો દિવસ હતો.

અમરેલીના રાજુલાના વૃંદાવનબાગમાં મોરારી બાપુની કથાનું આયોજન કરાયું હતુ. કથાને સંબોધતા મોરારિ બાપુએ કહ્યું કે મને લાગશે તો કથા બંધ કરી દઈશુ. મંડપ ઉતારીને હું તલગાજરડા જતો રહીશ. કથામાં નહીં આવો તો ચાલશે પણ કોરોના વાયરસ સામે સાવધાન રહેજો. બાપુએ કહ્યું આપણે ડરીને મરવું નથી. મને પણ બધાના તન મનની ચિંતા છે. કેવલ રાષ્ટ્ર નહીં સમગ્ર વિશ્વની ચિંતા છે.

રાજુલામાં કથામાં કહ્યું હતું કે લાગે તો આવતા નહીં

રાજુલામાં મોરારી બાપુની કથાના આયોજનમાં પણ કોરોનાની આડઅસર જોવા મળી છે. આ અગાઉ રાજુલામાં બહારના લોકોને કથામાં ન આવવા અનુરોધ કર્યો હતો. તેની જગ્યાએ કથા ટીવીમાં લાઈવ નિહાળવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય તો કોરોના વાયરસના ફેલાવાની શક્યતા વધી જાય છે. તેવામાં લોકો ઘરે બેસીને જ કથા સાંભળે તેવું ચિત્રકૂટધામનું માનવું છે.

આ પહેલાં કહ્યું હતું કોરોના ચીનનો માલ છે

આ અગાઉ પણ મોરારી બાપુએ તેમની કથામાં કોરોનાને લઈને મશ્કરી કરતાં કહ્યું હતું કે ચાઈનાનો માલ છે વધુ ટકશે નહિ
 

સંકળાયેલા મુદ્દાઓ

Ram Katha Talgajrda morari bapu rajula તલગાજરડા મોરારી બાપુ રાજુલા રામ કથા coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ