બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Congress MP demanded to stop the pension of financially strong former MPs

રજૂઆત / કોંગ્રેસના MPનો નાણામંત્રીને પત્ર, આર્થિક રીતે સદ્ધર પૂર્વ સાંસદોના પેન્શનને લઇ જુઓ શું કરી માંગ

Priyakant

Last Updated: 02:07 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના સાંસદે પત્રમાં લખ્યું છે કે, ઘણા આર્થિક રીતે મજબૂત ભૂતપૂર્વ સાંસદો છે જેમને પેન્શનનો લાભ મળી રહ્યો છે. કોંગ્રેસના MPએ નાણામંત્રીને આવા સાંસદોનું પેન્શન રોકવાની કરી અપીલ

  • કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે નાણામંત્રીને પત્ર લખ્યો
  • આર્થિક રીતે મજબૂત એવા પૂર્વ સાંસદોનું પેન્શન રોકવાની માંગ
  • પૂર્વ સાંસદોના પેન્શન પાછળ દર વર્ષે ખર્ચવામાં આવે છે 70 કરોડ રૂપિયા 

મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નાણામંત્રી પાસે આર્થિક રીતે મજબૂત એવા પૂર્વ સાંસદોનું પેન્શન રોકવાની માંગ કરી છે. નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ધનોરકરે કહ્યું કે, લોકસભા અને રાજ્યસભાના કુલ 4,796 ભૂતપૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. તેમની પેન્શન પાછળ દર વર્ષે 70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આ સિવાય 300 ભૂતપૂર્વ સાંસદો છે જેનું નિધન થઈ ગયું છે અને તેમના પરિવારજનોને પેન્શન મળી રહ્યું છે.

કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે પત્રમાં કેટલાક ભૂતપૂર્વ સાંસદોના નામ પણ લખ્યા છે, જેઓ આર્થિક રીતે મજબૂત છે અને છતાં પેન્શન મેળવી રહ્યા છે. જેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર ઐયર, બોલિવૂડ અભિનેત્રી રેખા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો સમાવેશ થાય છે. 

આ સાંસદોનું પેન્શન રોકવા અપીલ
ધનોરકરે આ પત્રમાં લખ્યું છે કે, ઘણા આર્થિક રીતે મજબૂત ભૂતપૂર્વ સાંસદો છે જેમને પેન્શનનો લાભ મળી રહ્યો છે. તેમણે નાણામંત્રીને આવા સાંસદોનું પેન્શન રોકવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આવા ભૂતપૂર્વ સાંસદો જે આવકવેરાના 30% સ્લેબમાં આવે છે તેમને પેન્શનનો લાભ મળવો જોઈએ નહીં. તેમણે કહ્યું, 'મને પૂરી ખાતરી છે કે કોઈપણ દેશભક્ત પૂર્વ સાંસદને આની સામે કોઈ વાંધો નહીં હોય.'

પૂર્વ સાંસદોના પેન્શન પર કેટલો થાય છે ખર્ચ? 
વાત જાણે એમ છે કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદોના પગાર અને પેન્શન માટે 1954થી કાયદો છે. સમયાંતરે તેમાં સુધારા-વધારા કરવામાં આવે છે. લોકસભાનો એક કાર્યકાળ એટલે કે 5 વર્ષ પૂરો કરવા પર વ્યક્તિ 25 હજાર રૂપિયા પેન્શનનો હકદાર બને છે. તેવી જ રીતે જો રાજ્યસભાનો એક કાર્યકાળ એટલે કે 6 વર્ષ પૂર્ણ થાય તો દર મહિને 27 હજાર રૂપિયાનું પેન્શન મળે છે.

ઉદાહરણ તરીકે, રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે તેથી તેને દર મહિને 27,000 રૂપિયાનું પેન્શન મળે છે. જો કોઈ વ્યક્તિ બે ટર્મ એટલે કે 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે છે તો તેને દર મહિને 39 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. સરકાર દર વર્ષે સાંસદોના પેન્શન પર કેટલો ખર્ચ કરે છે? આનો જવાબ RTIમાંથી સામે આવ્યો છે.

સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) લોકસભા અને રાજ્યસભાના સાંસદોનું પેન્શન કાર્ય સંભાળે છે. એક આરટીઆઈના જવાબમાં સીપીએઓએ જણાવ્યું હતું કે, 2021-22માં લોકસભા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદોના પેન્શન પર 78 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2020-21માં 99 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

તમે એક દિવસ માટે પણ સાંસદ બનો તો પણ તમે પેન્શનના હકદાર
એવો કોઈ નિયમ નથી કે પેન્શન મેળવવા માટે સાંસદો કે ધારાસભ્યોએ ચોક્કસ સમયગાળા સુધી પદ પર રહેવું પડે. નિયમોમાં કોઈ સમયગાળો ઉલ્લેખિત નથી. તેથી જો કોઈ એક દિવસ માટે પણ સાંસદ અથવા ધારાસભ્ય બને છે, તો તેને આજીવન પેન્શન મળે છે. માત્ર પેન્શન જ નહીં, અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 

આટલું જ નહીં, જો કોઈ સાંસદ બન્યા પછી ધારાસભ્ય બને છે તો તેને સાંસદનું પેન્શન અને ધારાસભ્યનો પગાર પણ મળશે. અને ધારાસભ્ય પદ છોડ્યા બાદ સાંસદ અને ધારાસભ્ય બંનેનું પેન્શન મળે છે. આ સિવાય ભૂતપૂર્વ સાંસદો તેમના કોઈપણ સાથી સાથે કોઈપણ ટ્રેનમાં સેકન્ડ એસીમાં મફત મુસાફરી કરી શકે છે. જો તે એકલા મુસાફરી કરે છે તો તે ફર્સ્ટ એસીમાં પણ મુસાફરી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ