શિયાળાની ફુલગુલાબી ઠંડીથી શરૂઆત થતા મોટાભાગના શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો,ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે
રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ
અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો
કચ્છનું નલિયા 10.09 ડિગ્રી સાથે ઠંડુગાર
શિયાળાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજાલેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નીકળી જવું એ પણ એક લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
અમદાવાદ,ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, હવે ધીમે ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે. જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે. આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
કચ્છનું નલિયા 10.09 ડિગ્રી સાથે ઠંડુગાર
ગઈ કાલે અમદાવાદ,ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, જ્યારે આજ વહેલી સવારથી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. કચ્છનું નલિયા 10.09 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યું છે જ્યારે બાકીના શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે, અમદાવાદમાં ઠંડીનો પારો 13.17 ડીગ્રી ,ગાંધીનગર 11.02 ડીગ્રી, વડોદરા 16.02 ડીગ્રી ,સુરત 17.11 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટ 17.08 ડીગ્રી, ભાવનગર 18.02 સાથે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં ડિસેમ્બર મહિનાની ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 થી 12 ડીગ્રી નો તફાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી અહેસાસ થવા લાગ્યો છે જ્યારે બપોર બાદ સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે આમ શિયાળામાં ઠંડી અને ગરમી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટા ભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું જણાવાયું છે.