બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / The accused in the high-profile rape case will be produced in court today

વડોદરા / હાઈપ્રોફાઈલ રેપ કેસ: આરોપી કનાજી મોકરિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે, પીડિતાને 3 લાખ આપ્યા હોવાનો કર્યો ખુલાસો

Ronak

Last Updated: 11:11 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં હાઈપ્રોફાઈલ રેપ કેસના આરોપી કાનજી મોકરિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ તેના રિમાન્ડ માગી શકે છે. આરોપીએ પીડિતાને 3 લાખ રૂપિયા આપ્યો હોવાનો કર્યો ખુલાસો.

  • હાઈપ્રોફાઈલ રેપ કેસના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે 
  • આરોપી કાનજી મોકરિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે 
  • પોલીસ કોર્ટમાં આરોપીના રિમાન્ડ માગશે 

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં આજે આરોપી કાનજી મોકરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ તેના રિમાન્ડ માગવાની છે. જોકે સમગ્ર મામલે કાનજી મોકરિયાએ પોલીસ સમત્ર ખુલાસો કર્યો છે કે તેણે પીડિતાને દયા ભાવના રાખીને તેને મોટી રકમ આપી હતી. 

પીડિતાને 3 લાખ આપ્યા હોવાનો ખુલાસો 

આરોપીએ એવી કબૂલાત આપી છે કે તેણે પીડિતાને 3 લાખ રૂપિયા દયા ભાવના દાખવીને આપ્યા હતા. પીડિત યુવતી કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી તેવું પણ આરોપીએ પોલીસને જણાવ્યું છે. બીજી તરફ આરોપી રાજુ ભટ્ટનો પણ પોલીસ  RTPCR ટેસ્ટ કરવાની છે. અને તે ટેસ્ટ કર્યા બાદ તેની પણ ધરપકડ કરવામાં આવશે. 

હોટલમાં પીડિતાને 10 દિવસ રાખવામાં આવી હતી 

વડોદરા ક્રાઇમ બ્રાંચને પહેલી સફળતા દુષ્કર્મના કેસમાં કાનજી મોકરિયાની ધરપકડ કરીને મળી હતી. અલકાપુરી સોસાયટીમાં રહેતા કાનજી મોકરિયાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી હતી તેથી વધુ તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દુષ્કર્મ કેસમાં કાનજી મોકરિયાની ધરપકડ કરી હતી.  કાનજી મોકરિયા પર આરોપ હતો કે હોટેલમાં વ્યવસ્થા સાથે રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજી મોકરિયાની મહત્વની ભૂમિકા હતી. હોટલ હાર્મનીમાં પીડીતાને 10 દિવસ રાખવામા આવી હતી.27 સપ્ટેમ્બરની રાત્રે કાનજી મોકરિયાની ધરપકડ બાદ આજે દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢ ઝડપાયો હતો.

6 ટીમ બનાવી પોલીસ તપાસ કરી રહી છે 

આ દરમિયાન પીડિતાએ ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસે કબજે કર્યાં છે. પોલીસ તપાસ દરમિયાન પીડિતા પોલીસને ગ્રાઉન્ડમાં લઈ ગઈ હતી અને પોતે ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસને સોંપ્યાં હતાં, જેને તપાસ અર્થે FSL મોકલવામાં આવશે. આ ઉપરાંત હેલીગ્રીન ફ્લેટ ખાતેથી પણ પોલીસે છોકરીના વાળ અને કોન્ડમનાં પેકેટ જપ્ત કર્યાં હતાં. અહી ઉલ્લેખનિય છે કે પોલીસે અગાઉ પણ રાજુ ભટ્ટને મદદ્ કરનારની પણ ધરપકડ કરી લીધી છે. હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં બંન્ને આરોપીનો ઝડપી પાડવા માટે પોલીસે 6 ટીમ બનાવી તપાસ કરી રહી છે ત્યારે કેમમાં રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરનાર આરોપી કાનજી મોકરીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. 

રાજુ ભટ્ટ પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી 

ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટ પાવાગઢ મંદિર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી છે રાજુ ભટ્ટ પર હરિયાણાની યુવતી પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે તેના પર વડોદરાની એક યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, મહત્વનું છે કે અશોક જૈન અને રાજુ ભટ્ટ વચ્ચે જમીન બાબતે મિટિંગ થઇ હતી અને વાસણા રોડ પરના ગેસ્ટ હાઉસમાં મિટિંગના નામે યુવતીને પણ બોલાવી હતી જેમાં યુવતીએ રાજુ ભટ્ટ અને અશોક જૈને સાથે મિટિંગ કરી હતી પરતું કેફી પીણું પીવડાવી યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાનો યુવતીએ રાજુ ભટ્ટ પર આરોપ લાગવ્યો છે. એટલું જ નહીં  બળજબરીપૂર્વક યુવતીના ઘરમાં પ્રવેશીનો પણ અશોક જૈન પર આરોપ લાગી રહ્યો છે. રાજુ ભટ્ટે અશોક જૈને રાજુ સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યુ હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ