બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / TET recruitment: 3300 candidates for TET-1 and TET-2 will get orders by first week of July
Vishnu
Last Updated: 12:10 AM, 20 June 2022
ADVERTISEMENT
લાંબા સમયથી રાહ જોઇ રહેલા ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-1 અંતર્ગત 1,300 શિક્ષકોની ધો.1થી 5માં ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ટેટ-2 અંતર્ગત 2 હજાર શિક્ષકોની ધો.6થી 8માં ફાળવણી થઈ છે.સૌથી વધુ કચ્છમાં 226 શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં 6 શિક્ષકોની થઈ છે. રાજ્યમાં ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારોને પ્રવેશોત્સવ બાદ ઓર્ડરની કાર્યવાહી હાથ ધરાશે.
ADVERTISEMENT
રાજય સરકાર દ્વારા ટેટના ઉમેદવારોને અપાશે ઓર્ડર
છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા હતી. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારના સ્વર્ણિમ પાર્કમાં દેખાવ પણ કર્યા હતા.2019માં ભરતીમાં પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિદ્યાસહાયકની 19 હજારથી વધુ ખાલી જગ્યા છે. જેમાંથી 3300 જગ્યા જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરી દેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.