ટેરિફ / તમારા મોબાઈલનું બિલ વધારે ભરવા માટે તૈયાર રહેજો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

Telecom companies starved for funds, your mobile bill may rise up to 30%

મોબાઈલ યુઝર્સના ફોન બિલ આ વર્ષે વધી શકે છે. એક રિપોર્ટ મુજબ, ટેલિકોમ કંપનીઓ મોબાઇલ ટેરિફમાં 25-30% વધારો કરી શકે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, કંપનીઓની એવરેજ રેવન્યૂ પર યુઝર (ARPU)માં બહુ વધારો થયો નથી. આ સાથે, અન્ય દેશોની તુલનામાં ભારતમાં ટેલિકોમ સેવાઓ પર સબ્સ્ક્રાઇબર્સનો કુલ ખર્ચ ઘણો ઓછો છે. વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલને એડજસ્ટ ગ્રોસ રેવેન્યૂ (AGR) બાકીની રકમ પર ચુકવણી કરવી પડશે. જેથી કંપનીઓએ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે ટેરિફ વધારવા પડશે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે અને આ કંપની બિઝનેસમાંથી બહાર પણ થઈ શકે છે. જો આવું થયું તો ટેલિકોમ માર્કેટમાં ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો જ બચશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ