દેશની સૌથી મોટી IT કંપની TCS એટલે ટાટા કન્સલ્ટેન્સી સર્વિસનો માર્કેટ કેપ 6.80 લાખ કરોડ રૂપિયાની પાર થઇ ગયો છે. ટાટા ગ્રુપ જ આ IT સર્વિસ કંપની આવી સફળતા પ્રાપ્ત કરનારી દેશની પહેલી કંપની બની ગઇ છે. શુક્રવારે પણ કંપનીનો માર્કેટ કેપ 6.40 લાખ કરોડ રૂપિયા પાર ચાલ્યો ગયો હતો.
સોમવારે આ કંપનીના શેરોમાં 4 ટકાનો વધારો થઇ ગયો છે જેના કારણે કંપનીએ આ સફળતા પ્રાપ્ત કરી છે. સોમવારે કંપનીનો શેર 3429 રૂપિયા પર ખુલ્યો અને BSE પર આ 3557 રૂપિયાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે.
નાણાંકીય વર્ષ 2018ની ચૌથી ત્રિમાસીકમાં કંપનીના સ્ટોકમાં 6.5% ની તેજી આવી જેનાથી કંપનીની માર્કેટ કેપ વધી ગઇ. ટીસીએસનો સ્ટોર પણ 52 સપ્તાહના નવા હાઇ 3399.90 રૂપિયા પર શુક્રવારે પહોંચી ગયો હતો. નાણાકીય વર્ષ 2018ની ચૌથી ત્રિમાસીકમાં કંપનીનો નફો 5.71% વધ્યો હતો. કંપનીને કુલ 6904 કરોડ રૂપિયાનો નફો થયો હતો.