દેશની જાણીતી કાર કંપની ટાટા મોટર્સ પોતાની કાર્સને વધુ સ્ટાઈલિશ અને પર્ફોર્મન્સવાળી બનાવી રહી છે. ટાટા મોટર્સે H5X કૉન્સેપ્ટ બેસ્ડ પોતાની નવી સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ એટલે કે SUVના નામનો ખુલાસો કરી દીધો છે. તેનું નામ Tata Harrier હશે જેને કંપની જગુઆર લેન્ડ રોવરની સાથે મળીને બનાવશે. તમને જણાવી દઇએ કે ટાટાએ H5Xના કૉન્સેપ્ટને 2018ના ઓટો એક્સ્પોમાં લોન્ચ કરી હતી. આ ગાડીમાં કમર્શલ લોન્ચ 2019માં કરવામાં આવશે.
નવી કાર વિશે વાત કરતા કંપનીના પ્રેસિડેન્ટ મયંક પરિખે કહ્યું ''અમે ગર્વથી ઝડપ સાથે નવી કારને માર્કેટમાં ઉતારવા તરફ વધી રહ્યા છીએ. ટાટા હેરિયર અમારા ગ્રાહકો માટે એક્સાઈટિંગ બની રહેશે તે માત્ર ગેમ ચેન્જર નહીં પરંતુ અમારા બ્રાન્ડ વેલ્યૂમાં પણ ખૂબ વધારો કરશે. Tata Harrier ભારતમાં SUV માટે સેટ કરાયેલા તમામ બેન્ચમાર્કને તોડી દેશે. અમે આ કારને ગ્રાહકો સમક્ષ 2019ના પહેલા ક્વાર્ટરમાં રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.''
ટાટાની આ નવી કાર એકદમ નવા ઓપ્ટિમલ મોડ્યુલર એફિસીઅન્ટ ગ્લોબલ એડવાન્સ્ડ (OMEGA) મોનોક્યુ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ નવું OMEGA ડિઝાનને જગુઆર લેન્ડ રોવર સાથે મળીને તૈયાર કરવામાં આવી છે અને તેની પ્રેરણા લેન્ડ રોવર D8 માંથી લેવામાં આવી છે.
Tata Harrier ભારતની કાર નિર્માતા કંપનીની પહેલી એવી ડિઝાઈન હશે જે IMPACT Design 2.0 પર આધારિત હશે. કંપની દ્વારા રજૂ કરાયેલા કોન્સેપ્ટ મોડલને એકદમ નવી ડિઝાઈન માટે ખૂબ વખાણવામાં આવી રહ્યું છે. ટાટાની હેરિયર માર્કેટમાં પહેલાથી હાજર Hyundai Creta Renault Capture અને Jeep Compass જેવી કાર્સને ટક્કર આપશે.
ટાટાની આ નવી SUV પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. જેમાં જીપ કમ્પાસમાં રહેલા 2.0 લીટર ડીઝલ એન્જિન જેવું જ એન્જિન હશે. ટાટાએ કન્ફર્મ કર્યું છે કે તેમની આગામી નવી કાર્સ ફાઈવ સીટર્સ હશે.