'તારક મહેતા...'ની ટીમ પહોંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, બન્યો આ રેકોર્ડ

By : juhiparikh 12:00 PM, 12 January 2019 | Updated : 12:00 PM, 12 January 2019
ટેલિવિઝનનો પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હવે ઉત્તરાયણનો એપિસોડ શરૂ થવાનો છે. આગામી એપિસોડમાં જેઠાલાલા (દિલીપ જોશી) ગોકુલધામવાસીઓને એક જોરદાર સરપ્રાઇઝ આપવાની વાત કરે છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલ ગોકુલધામવાસીઓને વડોદરા આવવાનું આમત્રંણ આપે છે અને ત્યાંથી તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લઇ જાય છે. કેવડિયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સામે સીરિયલના તમામ કલાકારોએ શૂટિંગ કર્યુ. આ એપિસોડમાં  ઘણા વિદેશીઓ પણ અહીં પતંગ ચગાવતા જોવા મળ્યા.

 

 

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલના આ સરપ્રાઇઝ પછી તમામ લોકો ખુશ થઇ જાય છે અને તૈયારીમાં લાગી જાય છે, ત્યાં પહોંચીને તમામ લોકો  સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે ઉભા રહીને સરદાર પટેલને સન્માન આપે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શોનું શૂટિંગ કરવા પહોંચેલા કલાકારોએ પોતાનો અનુભવ શૅર કર્યો હતો. આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવરકરે કહ્યું, ''નરેન્દ્ર મોદીજીએ તૈયાર કરાવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણા માટે ગર્વની બાબત છે. અહીં આવીને હું ગૌરવ અનુભવું છું.'' પોપટલાલનું પાત્ર ભજવતા એક્ટર શ્યામ પાઠકે કહ્યુ કે, ''ખૂબ સુંદર અનુભવ રહ્યો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલો ટીવી શો છે જેનું શૂટિંગ સ્ટેચ્યૂ ઓફ યૂનિયી પર થયુ છે.''

જેઠાલાલ સૌને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચે છે ત્યારે આખું ગોકુલધામ સરદાર પટેલની વિશાળ પ્રતિમાને જોઇને ચોંકી જાય છે. દિલીપ જોષીએ કહ્યું કે, “અમે સૌ ખૂબ ખુશ હતા. શૂટિંગ કરતી વખતે ત્યાં ભીડ  એકઠી થઇ હતી પરંતુ અંતમાં બધુ જ સારી રીતે પાર પડ્યુ.''

શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું, “અમ્બિકા રંજંકરે (કમલ હાથીનું પાત્ર ભજવતી અભિનેત્રી) અમેરિકાનું સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોયુ છે અને ભારતમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે લોકોને ઉત્સાહ, ભાઇચારો અને ગર્વ જોઇને અમ્બિકા ખુશ થઇ ગઇ હતી.''એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડ ખૂબ મજેદાર  રહેવાના તે નક્કી છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😍 @tanmayvekaria ❣️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😍 @jennifer_mistry_bansiwal ❤️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on


 
 

 
 Recent Story

Popular Story