બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / suresh raina congratulated ms dhoni on his birthday

VIDEO / વો દિન ભી કયા દિન થે... સુરેશ રૈનાએ ખાસ અંદાજમાં ધોનીને કર્યું બર્થડે વિશ, વીડિયો જોઈને ફેન્સ થઈ જશે ઈમોશનલ

Arohi

Last Updated: 12:04 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suresh Raina on MS Dhoni Birthday: પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 42 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસના શુભ અવસર પર ક્રિકેટર્સ અને ફેંસ તેમને શુભ કામનાઓ આપી રહ્યા છે. આ વચ્ચે સુરેશ રૈનાએ પણ ધોનીને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.

  • આજે 42 વર્ષના થઈ ગયા ધોની 
  • જન્મદિવસ પર શુભકામનાઓ આપી રહ્યા ફેંસ 
  • સુરેશ રૈનાએ ખાસ અંદાજમાં કર્યું બર્થ ડે વિશ 

ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 42 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસના શુભ અવસર પર ફેંસ અને ક્રિકેટર્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આ વચ્ચે ક્રિકેટના મેદાન પર માહિના સૌથી ખાસ યાર સુરેશ રૈનાએ પણ તેમને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે. 

રૈનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ધોનીની સાથે તેમની જુની યાદોની તસવીરો છે. તે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફેમસ હિંદી સોન્ગ વો દિન ભી ક્યા દિન થે ચલાવી રહ્યા છે. ઘણા ફેંસ માહી અને રેનાનો આ યારાના જોઈ ઈમોશનલ થઈ ગયા છે. 
 
રૈનાએ ધોનીને આપી જન્મદિવસની શુભકામનાઓ 
સુરેશ રૈનાએ આ વીડિયોને શેર કરી લખ્યું, "મારા મોટા ભાઈને જન્મદિવસની શુભકામનાઓ, પિચ શેર કરવાથી લઈને પોતાના સપના શેર કરવા સુધી, અમે જે બંધન બનાવ્યા છે તે અટૂટ છે. એક લીડર અને મિત્ર બન્નેના રૂપમાં તમારી તાકાત મારૂ માર્ગદર્શન કરી રહી છે. આવનાર વર્ષ તમારા માટે ખુશી, સફળતા અને સારૂ સ્વાસ્થ્ય લઈને આવે. ચમકતા રહો. નેતૃત્વ કરતા રહો અને પોતાનો જાદુ ફેલાવતા રહો."

જય-વીરૂની જોડી કહેવાતા ધોની-રૈના 
ક્રિકેટની ગલીઓમાં ધોની અને રૈનાની જોડીને જય-વીરૂની જોડી કહેવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ઘણા વર્ષ રમવાથી લઈને આઈપીએલમાં પણ આ બન્નેને લાંબા સમય સુધી એક ડ્રેસિંગ રૂમ શેર કર્યો. ત્યાં જ જ્યારે રિટાયરમેન્ટની વાત આવી તો ત્યાં પણ તેમની જોડી સાથે જોવા મળી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suresh Raina (@sureshraina3)

ધોનીએ 15 ઓગસ્ટ 2020એ 7.29 વાગ્યે પોતાના સન્યાસની જાહેરાત કરી હતી. ફેંસ આ દુખથી ઉભર્યા જ હતા કે સુરેશ રૈનાએ પણ પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. ચેન્નાઈ સુપર કિંગ્સમાં ધોનીને જ્યાં થાલાના નામથી જાણવામાં આવે છે. ત્યાં જ રૈનાને ચિન્ના થાલાના નામથી. આ બન્નેએ ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સને એક સાથે મળીને મેચ જીતાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ