બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 12:09 AM, 17 August 2019
ADVERTISEMENT
પેટની વધુ પડતી ચરબી હેલ્થ માટે પણ હાનિકારક છે. તેનાથી ડાયાબિટિશ, બીપી, હૃદય રોગ સહિતની અનેક બીમારી થવાનો ખતરો રહે છે, પણ આપણે વાત કરવી છે એવા સુપર ડ્રીકની જે શરીરનું મેટાબોલિઝમ કુદરતી રીતે વધારીને પેટની ચરબીને ઝડપભેર ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે આ ડ્રિંક દિવસમાં બે વખત પીવો તો શરીરના ટોકસીન (ઝેરી તત્વો) બહાર નીકળી જાય છે.
આ સુપર ડ્રીંક રસોડામાં વપરાતી વસ્તુઓમાંથી જ બનાવવાનું છે. હુંફાળા ગરમ પાણીમાં છીણેલું આદુ, લીંબુનો રસ અને થોડો તજનો થોડો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરીને સવારે ઉઠીને ભુખ્યા પેટે પી જાવ. તેનાથી મેટાબોલિઝમ ફાસ્ટ થવા ઉપરાંત પાચનશકિત વધે છે અને શરીરમાં ફેટ જમા થવાની પ્રોસેસ ખાસ્સી ધીમી થઇ જાય છે.
ADVERTISEMENT
આ ડ્રીંકમાં ઉપયોગમાં લેવાતી ત્રણેય વસ્તુઓ એકલી લેવામાં આવે તોપણ આરોગ્ય માટે ખુબજ ફાયદાકારક છે. લીંબુ અને આદુનો રોજબરોજ આપણે ઉપયોગ કરતા હોઇએ છીએ. તજ પણ મસાલામાં વપરાય છે અને બહુ ઓછી માત્રામાં પણ તજ શરીર પર જબરદસ્ત અસર કરે છે. એક ચમચી મધમાં તજનો પાવડર લેવાથી પણ ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.