બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Suicide of a young man working in MPs Sharafi Mandali

અમરેલી / સાંસદની શરાફી મંડળીમાં નોકરી કરતા યુવાનનો આપઘાત, મળી હૈયું હચમચાવતી સુસાઇડ નોટ

Kishor

Last Updated: 11:53 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી સાંસદ નારણ કાછડીયાની કલેકટર કચેરી પાછળના ભાગે આવેલી શરાબી સહકારી મંડળીમાં નોકરી કરતા આશિષ બગડા નામના યુવાને આપઘાત કરી લીધો છે.

  • પ્રેમ પ્રકરણમાં યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા
  • ઓફિસમાં જ આશિષની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી
  • મૃતક યુવકના ખિસ્સામાંથી બે સુસાઇડ નોટ મળી આવી હતી

 

સાંસદ નારણ કાછડીયાની શરાફી મંડળીમાં નોકરી કરતા યુવાનનો આપઘાત પ્રેમ પ્રકરણમાં યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા મૃતક યુવાનના ખિસ્સામાંથી હૈયું હચમચાવી નાખતી બે સુસાઇડ નોટ મળી અમરેલીના સાંસદ નારણ કાછડીયાની શરાફી મંડળીમાં નોકરી કરતા યુવાને અકળ કારણોસર કંટાળી જઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

બે સુસાઇડ નોટ મળી

જોકે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે મામલો હજુ સ્પષ્ટ થયુ નથી પરંતુ પ્રેમ પ્રકરણમાં યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતક યુવાનના ખિસ્સામાંથી હૈયું હચમચાવી નાખતી બે સુસાઇડ નોટ મળી છે. જેમાં યુવકે માતા-પિતાની માફી માંગી અને બહેનને ટકોર કરી છે. આશિષ બગડા નામના યુવાને આજે આપઘાત કરી લીધો અમરેલી કલેકટર કચેરી પાછળના ભાગે આવેલી શરાબી સહકારી મંડળીમાં નોકરી કરતા આશિષ બગડા નામના યુવાને આજે આપઘાત કરી લીધો છે.

ઓફિસમાં જ આશિષે ગળેફાંસો ખાધો

શરાબી મંડળીની ઓફિસમાં જ આશિષની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી. જેથી તાત્કાલિક પોલીસ અને સાંસદ નારણ કાછડીયાનો સંપર્ક કરાયો હતો. જેને લઈને તેઓ ઓફિસે દોડી ગયા હતા. આ દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવકના ખિસ્સામાંથી બે સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે આઇ લવ યુ મમ્મી, આઈ લવ યુ પપ્પા મને માફ કરજો અને બહેન મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, તેને કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં! તેનો દીકરો બની અને સાચવજે વધુમાં મમ્મી આઈ લવ યુ કદાચ મને જન્મ મળે તો માં આવી જ મળજો! પપ્પા આઈ મિસ યુ મને માફ કરી દેજો.... તમારા ઉપર આટલું બધું દુઃખ હોવા છતાં વધુ દુઃખ આપ્યું.. અને મને હંમેશા તમારી યાદ આવશે. બહેન તારો ભાઈ તારી પાસે જ છે અને તારા લગ્નમાં મારી હાજરી જરૂર રહેશે પણ મારું શરીર નહીં હોય! તે સહિતનું કરુણ લખાણ લખ્યું હતું. આ મામલે યુવાને પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી લીધી હોવાની શક્યતા સેવાઇ રહી હોવાથી પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે અને મૃતકના પરિવારજનોને પણ જાણ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ