બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / State level yoga day will be celebrated on the riverfront of Ahmedabad

21 જૂન / અમદાવાદના રિવરફ્રન્ટ પર થશે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, રાજ્યભરમાં 1.5 કરોડ લોકો જોડાશે કાર્યક્રમમાં

Priyakant

Last Updated: 06:26 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાશે

  • રાજ્યભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • રાજ્યભરમાં 1.5 કરોડ લોકો યોગ દિવસ ઉજવણીમાં જોડાશે
  • અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે એટલે કે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં આ વર્ષે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી અમદાવાદ ખાતે થશે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યભરમાં 1.5 કરોડ લોકો યોગ દિવસ ઉજવણીમાં જોડાશે. 

આ વર્ષે યોગ દિવસ કઇ થીમ પર કરવામાં આવશે ? 

યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી "Yoga for Humanity" – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે. 

અમદાવાદમાં મુખ્યમંત્રી યોગ દિવસની ઉજવણીમાં જોડાશે

રાજ્યભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં 1.5 કરોડ લોકો યોગ દિવસ ઉજવણીમાં જોડાશે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 10 હજાર જેટલા નાગરિકો જોડાશે. આ સાથે અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન. 

રાજ્યભરમાં થશે યોગ દિવસની ઉજવણી

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસણી ઉજવણી કરવામાં આવશે. જેમાં કચ્છ સફેદ રણ ધોરડો ખાતે યોગ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે તો ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. આ સાથે મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ અને ગાંધીનગર યોગ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

YOGA DAY 2022 national yoga day 2022 અમદાવાદ મુખ્યમંત્રી રિવરફ્રન્ટ વિશ્વ યોગ દિવસ YOGA DAY 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ