ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બૉસ'માં ભાગ લઇ ચૂકેલી એક્ટ્રેસ સોફિયા હયાત છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. પહેલા તેના નન બનીને બોલ્ડ ફોટો શૅર કરવાને કારણે અને પછી રોમાનિયન બોયફ્રેન્ડની સાથે લગ્ન કરવાના કારણે. હવે તે એક ટ્રોલના સવાલનો જવાબ આપવાને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં એક સોશ્યલ મીડિયા યૂઝરે સોફિયા હયાતને એક રાતની બુકિંગ માટેનો રેટ પૂછ્યો હતો.
સોફિયાએ એક વ્યકિતની સાથે તેમની ચેટની ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે આ મુસ્લિમ વ્યકિતએ સોફિયાને તેનો એક રાતનો રેટ પૂછ્યો જેના જવાબમાં સોફિયાએ લખ્યુ કે ''પહેલા પોતાની માં અને પછી બહેનથી.. અને ત્યારબાદ પત્નીને પૂછો. તેઓ એક રાતનો રેટ જણાવી દેશે.'' સોફિયાના જવાબ પર રિપ્લાઇ આપતા તે વ્યકિતએ લખ્યુ કે કે ''તેઓ તમારી જેમ શરીર નથી દેખાડતા.'' ત્યારે સોફિયાએ જવાબ આપતા કહ્યુ કે ''તમારા મગજનું શુદ્ઘિકરણ કરવાની જરૂર છે.''
આ ચેટનો સ્ક્રીનશૉટ શૅર કર્યા ફછી સોફિયાએ એક વીડિયો શૅર કર્યો જેમાં તે આ વ્યકિત વિશે જણાવી રહી છે. તેણે કહ્યુ કે ''આ એક મુસ્લિમ વ્યકિત છે અને આ વાતનો ઉલ્લેખ તે માત્ર એટલા માટે કરી રહી છે કેમકે રમઝાન મહિનો ચાલી રહ્યો છે.''