બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sidharth Shukla Death LIVE Updates Actor s Last Rites Begin Inconsolable Shehnaaz Gill Arrives at Crematorium
Arohi
Last Updated: 02:59 PM, 3 September 2021
ADVERTISEMENT
સિદ્ધાર્થના અંતિમ દર્શન કરવા માટે બોલિવુડ અને ટીવી સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. શહનાઝ ગિલ, અર્જુન બિજલાની, રશ્મી દેશાઈ, રાખી સાવંત સહિતના સ્ટાર્સ તેના અંતિમ દર્શને પહોંચ્યા હતા. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થના માતાને સિદ્ધાર્થની મોતથી ખૂબ જ મોટો સદમો લાગ્યો છે. બન્નેની હાલત રડી રડીને ખરાબ છે.
શહનાઝના રડી રડી બુરા હાલ
ADVERTISEMENT
એવામાં શહનાઝ ગિલ પણ સિદ્ધાર્થના અંતિમ દર્શન કરવા માટે પહોંચી હતી. અંતિમ દર્શને પહોંચેલી શહનાઝના રડી રડીને બુરા હાલ હતા. તેની હાલત એટલી ખરાબ હતી કે તે જાતે ચાલી પણ ન હતી શકતી. પોલીસ પ્રોટેક્શનની સાથે શહનાઝને સિદ્ધાર્થના અંતિન દર્શન કરવા ઓશિવારા સ્મશાન પર લાવવામાં આવી હતી.
આજે સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં સ્ટાર્સ પણ સામેલ થશે. મળતી માહિતી અનુસાર બ્રહ્માકુમારી આશ્રમના સદસ્ય સિદ્ધાર્થ શુક્લાનું અંતિમ સંસ્કાર કરશે. અંતિમ સંસ્કારમાં સિદ્ધાર્થ શુક્લાના આત્માની શાંતિ માટે મેડિટેશન કરવામાં આવશે. હાલ કપૂર હોસ્પિટલમાં સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સિદ્ધાર્થને લઈ જવામાં આવશે. પહેલા જણાવવામાં આવી રહ્યું હતું કે અંતિમ ક્રિયા માટે એક્ટરના ઘરે તેનું પાર્થિવ શરીર લઈ જવામાં આવશે પરંતુ આમ ન થયું. સિદ્ધાર્થના પાર્થિવ દેહને સીધો ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પર આ ટીવી સ્ટાર્સ પહોંચ્યા
ગઈ કાલે રાતે ફિલ્મ અભિનેતા વરૂણ ધવન પણ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે સિદ્ધાર્થ અને વરૂણે હમ્પટી શર્મા કી દુલ્હનીયામાં એક સાથે કામ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.