બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / side effect of a habit of drinking standing water

હેલ્થ / ઊભાં ઊભાં પાણી પીવાની આદત હોય તો છોડી દેજો, શરીરમાં થાય છે આ ગંભીર નુકસાન

Anita Patani

Last Updated: 12:27 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તરસ છીપાવવા માટે પાણીથી સારો કોઇ વિકલ્પ નથી. આપણા શરીરને હાઇડ્રેડ રાખવા માટે પાણી પીવુ જોઇએ પણ જો પાણી પીવાની રીત યોગ્ય ન હોય તો ગંભીર બિમારીઓ પણ નોતરી શકે છે.

  • ઊભા રહીને પાણી પીવાથી થશે નુકસાન
  • શરીર નોતરશે ગંભીર બિમારીઓ 
  • ઓક્સિજન સપ્લાય બંધ થતા થશે નુકસાન

પાણી પીવુ તે લગભગ દરેક બિમારીનો ઇલાજ માનવામાં આવે છે. તે માત્ર શરીરની ગંદકીને દૂર નથી કરતો પરંતુ દિવસ દરમિયાન ફ્રેશ રખવામાં પણ મદદ કરે છે. 

ઉભા રહીને ક્યારેય ન પીવુ પાણી
ઘણા લોકોની આદત હોય છે કે ઉતાવળમાં તે ઉભા ઉભા પાણી પીતા હોય છે. ખાસ ઉનાળામાં આ પ્રકારની ભૂલ કરતા હોય છે. સીધા ફ્રીજમાંથી બોટલ કાઢીને મોઢે માંડી લેતા હોય છે પરંતુ તેનાથી ઘણી ગંભીર બિમારીઓ અને નુકસાન પણ થઇ શકે છે. 

ઓક્સિજન સપ્લાય રોકાઇ જાય છે
જ્યારે પણ તમે ઉભા રહીને પાણી પીવો છો તો જરૂરી પોષણ નથી મળતુ, ઉભા રહીને પાણી પીવાથી ફૂડ અને વિંડ પાઇપમાં થનારી ઓક્સિજન સપ્લાય રોકાઇ જાય છએ. જેની અસર માત્ર ફેફસા પર નહી પરંતુ હ્રદય પર પણ પડે છે. પાણીની વધારે માત્રાના કારણે પેટના નીચેના હિસ્સાની દિવાલ પર દબાવ આવે છે અને પેટના અંગોને ખુબ નુકસાન પહોંચે છે. 

તણાવ વધે છે
બની શકે કે તમને આ વાત પર વિશ્વાસ ન થાય પરંતુ તમારો સ્ટ્રેસ વધવાનુ કારણ ઉભા રહીને પાણી પીવુ પણ હોઇ શકે છે. ઉભા રહીને પાણી પીવાની સીધી અસર તંત્રિકા તંત્ર પર પણ પડે છે. જેનાથી પોષક તત્વ મળતા નથી અને શરીરને તણાવનો સામનો કરવો પડે છે. 

જોઇન્ટમાં દુખાવો
તમે ઘણી વાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ઉભા રહીને પાણી પીવાથી ઘૂંટણમાં દુખાવો થાય છે. આ સાચી વાત છે. આ આદતને કારણે ઘૂંટણમાં દુખવા લાગે છે જેનાથી આર્થરાઇટીસની સમસ્યા પણ થઇ શકે છે. 

કિડની પર અસર 
જ્યારે કોઇ વ્યક્તિ ઉભા રહીને પાણી પીવે છે તો પાણી ફિલ્ટર થયા વગર જ નીચે જતુ રહે છે. પાણીમાં રહેલી અશુદ્ધિઓ પિત્તાશયમાં જમા થઇ જાય છે જે કિડની માટે ખુબ ખતરનાક છે. વધારે ગંભીર મામલામાં કિડની હંમેશા માટે ફેલ થઇ શકે છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Health News Side Effect drinking standing water Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ