બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shopping atmosphere in firecracker markets in Ahmedabad, Allu Arjun, Angry Bird, Modi firecrackers are the biggest craze

ડિમાન્ડ / અમદાવાદમાં ફટાકટા બજારોમાં ખરીદીનો માહોલ, અલ્લુ અર્જૂન, એંગ્રી બર્ડ, મોદી ફટાકડાનો સૌથી વધુ ક્રેઝ, ભાવમાં તોતિંગ વધારો

Vishnu

Last Updated: 09:25 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંધકાર માંથી ઉજાસ તરફ જવાનો પર્વ એટલે દિવાળી. દિવાળી નિમિત્તે મોટા પ્રમાણ લોકો ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરતા હોય છે

  • અમદાવાદમાં ફટાકટા બજારોમાં ગ્રાહકોનો ધસારો
  • ઉત્પાદન 40થી 50 ટકા સુધી ઘટતા ભાવમાં 80 ટકા જેટલો વધારો 
  • અવનવી વેરાઈટીના ફટાકટાની ડિમાન્ડ વધી

પ્રદૂષણને લઇ સુપ્રીમકોર્ટના કેટલાક નિર્દેશો અને ત્યારબાદ સરકારે બનાવેલા નિયમોથી ફટાકડાના ઉત્પાદનને ફટકો લાગ્યો છે. ઉત્પાદન ઘટતા 80 ટકા જેટલો ભાવ વધારો તો આવ્યો છે. પણ તેમ છતાં ભારતના લોકોનો સૌથી ધામધુમથી દિવાળીને ઉજવશે, આ વખતે તહેવારને ખાસ બનાવવા બજારમાં અવનવા ફટાકડા આવી ચુક્યા છે. જેમાં અલ્લુ અર્જૂન, પ્રભાસ, ડોરેમોન, PM મોદી ફટાકડાનો ક્રેઝ સૌથી વધુ છે.

દિવાળી નજીક આવતા જ અમદાવાદ સહિતની બજારોમાં ભીડ જોવા મળતી હોય છે ત્યારે અમદાવાદના દિલ્લી દરવાજા ખાતેની ફટકાડા બજારમાં પણ વિવિધ પ્રકારના ફટાકડાઓ પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ટ્રેન્ડમાં રહેલા લોકોના ફોટો દર વર્ષે ફટાકડાઓના બોક્સ પર અથવા તો તેના નામથી વેચાતા હોય છે

ત્યારે આ વર્ષે પણ પુષ્પા ફેમ અલ્લુ અર્જૂન, પ્રભાસ, ડોરેમોન, PM મોદી સહિતના ફોટાવાળા ફટાકડાઓ બજારમાં પહોંચી ચુક્યા છે. બાળકોની પસંદને ધ્યાને રાખી આ વર્ષે ડોરેમોન કલર્સ, હેલિકોપ્ટર, ચોપર્સ અને એરો બસ જેવા ફટાકડાઓ પણ લાવવામાં આવ્યા છે.

આ વર્ષે ફટાકડાઓનું ઉત્પાદન 40થી 50 ટકા સુધી ઘટતા ભાવમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. તેમ છતા પણ વેપારીઓ માની રહ્યાં છે કે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ધંધો ઠપ્પ હતો જે હવે કોરોનાના કેસો ઓછા થતા લોકો ખરીદી માટે આવશે અને તેમના ધંધાને વેગ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ