જૂનના ક્વાર્ટરમાં કંપનિઓના સારા પરિણામ આવવાના કારણે શેર બજારમાં ઉછાળાનો દૌર ચાલુ છે. સોમવારે અઠવડિયાના પહેલા કારોબારી દિવસે અને મહિનાના અંતિમ દિવસથી એક દિવસ પહેલા નિફ્ટીએ પહેલી વખત એક નવો સ્તર સ્પર્શ્યો. જ્યારે સેન્સેક્સમાં પણ સુધારાની ચાલ જોવા મળી સેન્સેક્સમાં શરૂઆતે જ 100 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. પરંતુ રૂપિયામાં શરૂઆત 10 પૈસાની નબળાઈ સાથે થઈ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતીય સ્ટેટ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં ઝડપથી સેન્સેક્સ 154 અંકોના વધારા સાથે 37 491ના સ્તર પર અને નિફ્ટી 18 અંક ચઢીને 11 297ના સ્તર પર ખુલી. નિફ્ટી પહેલી વાર 11 300ના પાર જવામાં સફળ રહી. સતત છઠ્ઠા દિવસે સેન્સેક્સે નવી ઉંચાઈઓને સર કરી છે. સોમવારે સેન્સેક્સ 37496.80ની સપાટીએ પહોંચ્યો હતો.
શુક્રવારે સેન્સેક્સે મારી હતી ટ્રીપલ સેન્ચ્યુરી
શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર રેકોર્ડ ઉછાળા સાથે બંધ થયો હતો. જ્યાં એક તરફ સેન્સેક્સે ટ્રીપલ સેન્ચ્યુરી ફટકારી જ્યારે નિફ્ટીએ પણ 100 પોઈન્ટના ઉછાળા સાથે દમદાર મજબૂતી બતાવી હતી.