બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sesex hits 48000 mark for first time

ઉછાળો / વેક્સીન પર પોઝિટિવ સમાચાર વચ્ચે શેર બજારે બનાવ્યો નવો રેકોર્ડ, પહેલી વખત 48,000ને ઉપર સેંસેક્સ

Published By: Divyesh

Last Updated: 11:06 AM, 4 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસની બે વેક્સીનને મંજૂરી મળી હોવાના સમાચારે આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે સ્થાનિક શેર બજારમાં વધારા સાથે શરુઆત થઇ. BSE સેંસેક્સે પહેલી વખત 48,000નો આંકડો પાર કર્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેંસેક્સ 236.65 પોઇન્ટ સાથે 0.49 ટકાની સાતે 48,105.63 પર સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજની નીફ્ટી 0.53 ટકાના વધારા સાથે 74.40 પોઇન્ટ ઉપર 14,092ના સ્તર પરુ ખીલ. ગત અઠવાડિયે BSE સેંસેક્સ 895.44 પોઇન્ટ એટલે કે 1.90 ટકા મજબૂત જોવા મળ્યો હતો. 

આજે 1374 શેરમાં તેજી જોવા મળી અને 223 શેરમાં ઘટાડો થયો. જ્યારે 50 શેરમાં કોઇ ફેરફાર જોવા ન મળ્યો. નિષ્ણાંતોના મત અનુસાર આગળ માર્કેટમાં હજુ ઉતાર-ચઢાવ જોવા મળશે. જેને લઇને નિષ્ણાંતોએ રોકાણકારોને સાવચેતી રાખવા જણાવ્યું છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 190 લાખ કરોડ રુપિયા ઉપર પહોંચ્યું છે. 

કેમ જોવા મળી તેજી

ભારત માટે કોરોનાની વેક્સીનને લઇને આવેલા મહત્વપૂર્ણ સમાચારને લઇને શેર બજારમાં તેજી જોવા મળી. ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટીટયૂટની કોવીશીલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે.  આ સાથે ડિસેમ્બર ત્રિમાસિકના પરીણામ આશા કરતા વધારે સારા આવવાનું અનુમાનના કારણે શેર બજારમાં તેજી જોવા મળી છે. 

ક્યારે-ક્યારે તોડ્યો શેર બજારે રેકોર્ડ?

  • માર્ચમાં નિચેના સ્તર પર પહોંચ્યા પછી 8 ઓક્ટોબરના રોજ સેંસેક્સ 40 હજાર ઉફર 40,182 પહોંચી ગયો હતો
  • ત્યાર બાદ 5 નવેમ્બરના  રોજ સેંસેક્સ 41,340 પર બંધ થયો
  • 10 નવેમ્બરના રોજ ઇન્ટ્રાડેમાં ઇંડેક્સનું સ્તર 43,227 પર પહોંચ્યું
  • 18 નવેમ્બરના રોજ 44,180ના સ્તર પર પહોંચ્યું
  • 4 ડિસેમ્બરના રોજ 45,000નો આંકડો પાર કર્યો અને 45,079 પર બંધ થયું
  • 11 ડિસેમ્બરના રોજ સેંસેક્સ 46 હજારની ઉપર 46,099ના સ્તર પર  બંધ થયુ અને 14 ડિસેમ્બરના રોય 46,253.46 પોઇન્ટ પર બંધ થયું.. આ દરમિયાન 13,558.15 પોઇના પોતાના સર્વોચ્ચ ઉચ્ચ સ્તર પર પહોંચ્યું હતું. 
  • 4 જાન્યુઆરીએ એટલે કે આજે સેંસેક્સે નવો રેકોર્ડ બનાવ્યો અને પહેલી વખત 48,00ની ઉપર કારોબાર કરી રહ્યો છે

સંકળાયેલા મુદ્દાઓ

bse nifty sensex નિફ્ટી શેર બજાર સેંસેક્સ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ