બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Scrutiny of Board Papers by Gujarat Board of Secondary and Higher Secondary Education

ગાંધીનગર / ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઃ પ્રશ્નપત્રોના મૂલ્યાંકનની કામગીરી હવે પૂર્ણતાના આરે, જુઓ કેવી રીતે થાય છે પેપરની ચકાસણી

Kishor

Last Updated: 11:57 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. ૧૦ અને ધો. ૧રની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રનું મૂલ્યાંકન હવે પૂર્ણતાના આરે છે. ધો. ૧૦ અને ધો. ૧રમાં અંદાજે  ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • સમગ્ર રાજ્યમાં કુલ ૩૬૩ મધ્યસ્થ કેન્દ્ર પર પેપરની ચકાસણીનું કાર્ય પુરજોશમાં જારી
  • ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી
  • ૩૬૩ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકનની કામગીરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂર્ણ થયેલી ધો. ૧૦ અને ધો. ૧રની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રનું મૂલ્યાંકન હવે પૂર્ણતાના આરે છે. ધો. ૧૦ અને ધો. ૧રમાં અંદાજે  ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યમાં ૩૬૩ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહ માટે પણ રાજ્યમાં ૧૪૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. આ મૂલ્યાંકન કેન્દ્ર પર ૩૦ હજાર શિક્ષકો દ્વારા ધો. ૧ર સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આમ, સમગ્ર રાજ્યમાં ધો. ૧૦ અને ૧રનાં મળી કુલ ૩૬૩ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે.

ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ ઉપર? ધો.10-12ની ઉત્તરવહીઓ રખડી રહી છે  કોણ જવાબદાર? | Gujarat Std 10 12 student answer paper on road

 ગત વર્ષે ૬૧ હજાર શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા
ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ સંખ્યામાં શિક્ષકોને મૂલ્યાંકન માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગત વર્ષે ધો. ૧૦માં રપ હજાર શિક્ષકો હતા, ધો. ૧ર સાયન્સમાં નવ હજાર અને સામાન્ય પ્રવાહમાં ર૭ હજાર શિક્ષકો મૂલ્યાંકન માટે બોલાવવામાં આવ્યા હતા. ગત વર્ષે ૬૧ હજાર શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આ વખતે સાત હજાર વધુ શિક્ષકને મૂલ્યાંકન કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે.

 રૂ. ૭.પ૦થી લઇ ને રૂ. ૧૦ મહેનતાણું ચૂકવવામાં આવે
પરીક્ષકને ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન એવું લાગે કે પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી છે તો તેમણે તે ઉત્તરવહીનું મૂલ્યાંકન કરીને આવો વહેમ કે શંકા આવવાનાં સબળ કારણો લેખિતમાં જણાવી તે ઉત્તરવહી મૂલ્યાંકન સ્થળના નિયામકને અલગથી આપવાની રહેશે, જેમ કે વિદ્યાર્થીની ઓળખ આપતું લખાણ કે ચિહ્ન દર્શાવેલાં હોય, રૂપિયાની નોટ મૂકી હોય, ચિઠ્ઠીઓ મૂકી હોય, બારકોડને નુકસાન કર્યું હોય વગેરે માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના તમામ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના છે કે આ પ્રકારની બાબતો પરીક્ષા સચિવની પૂર્વમંજૂરી સિવાય પ્રસાર માધ્યમો સમક્ષ મૂકવી નહીં. પ્રશ્નપત્ર મૂલ્યાંકન માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં કો-ઓ‌િર્ડનેટરે લીલી શાહીની પેન વાપરવી, પરીક્ષકે લાલ શાહીની પેન વાપરવી, સમીક્ષકે કાળી શાહીની પેન વાપરવી અને વેરિફિકેશન માટે પેન્સિલ વાપરવી. આ પેપર મૂલ્યાંકન માટે નિરીક્ષકને પ્રશ્નપત્રની ઉત્તરવહી ચકાસવા માટે રૂ. ૭.પ૦થી લઇ ને રૂ. ૧૦ મહેનતાણું ચૂકવવામાં આવે છે અને પરીક્ષકની એક ભૂલદીઠ રૂ. ૧૦ દંડ પણ થશે. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં ધોરણ-૧૦માં એક શિક્ષક દ્વારા એક દિવસમાં ૩૬ જેટલી ઉત્તરવહી તપાસવામાં આવે છે, જ્યારે ધોરણ-૧રમાં એક શિક્ષક દ્વારા ૩૦ જેટલી ઉત્તરવહી તપાસવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ