ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Savan 2019 offer these fluids or abhishek to Baba Bholenath for all type of blessing

પૂજા-અર્ચના / ઇચ્છાઓ અનુસાર કરો શિવજીનો રુદ્રાભિષેક, થશે ધનસંપત્તિમાં વધારો

Published By: vtvAdmin

Last Updated: 12:04 PM, 29 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શિવનો શ્રાવણમાં અભિષેક કરવો ખૂબ જ જરૂરી છે અને તે વિશેષ રીતે લાભદાયી છે.

ADVERTISEMENT

શિવજીના રુદ્રાભિષેક વગર પૂજા  અધૂરી માનવામાં આવે છે. એટલા જ  માટે શિવલિંગનો રુદ્રાભિષેક ચોક્કસથી કરવો જોઇએ. ખાસ વાત છે કે જો તમારા મનમાં કોઇ ઇચ્છા કે મનોકામના છે તો ભગવાનનો રુદ્રભિષેક કરવા માટે દ્રવ્ય માટે જાણવુ જોઇએ. 

અલગ-અલગ મનોકામના માટે અલગ-અલગ દ્રવ્યથી અભિષેક કરવો જોઇએ. એવામાં મોટાભાગે ભક્તો જળ અથવા દૂધથી તો શિવલિંગની પૂજા કરે છે પરંતુ મનોકામના અનુસાર જો દ્રવ્ય પસંદ કરવામાં આવે તો તેનો વિશેષ લાભ મળે છે. તો જાણો શ્રાવણ મહિમામાં ભગવાન શિવના આશીર્વાદ અને મનોકામના પૂર્ણ કરવા માટે કયા દ્રવ્યોથી અભિષેક કરવો જોઇએ...

- શિવની જટાથી ગંગા નીકળી છે અને શિવજીને જળ ખૂબ જ પ્રિય છે. ગંગાજળ અથવા તો શુદ્ઘ જળથી જો શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, એટલે કે સુખ-સમુદ્ઘિ અને સૌભાગ્યની વુદ્ઘિ માટે જળાભિષેક કરવો જોઇએ.

- ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે તો 3 પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

- શિવજીને સંગુધિત અત્તર કે તેલ પણ ખૂબ જ પ્રિય છે. જો તમે સાંસારિક સુખની મનોકામના રાખો છો તો શ્રાવણમાં શિવલિંગ પર સુંગધિત તેલ અપર્ણ કરવુ જોઇએ.

- સરસોનું તેલ માત્ર શનિને જ નહી પરંતુ મહાદેવને પણ અતિપ્રિય છે. જો તમે શત્રુઓથી મુક્તિ ઇચ્છો છો તો ભગવાનનો સરસોના તેલથી અભિષેક કરવો જોઇએ. 

- વિદ્યાર્થીઓએ ભગવાન શિવજીનો અભિષેક ગળ્યા પાણી અથવા તો દૂધથી કરવો જોઇએ એટલે કે ખાંડ મિશ્રિત દૂધ અથવા પાણીથી અભિષેક કરવાથી બુદ્ઘિ વધારે સારી થાય છે અને ગુરુ વધુ પ્રબળ થાય છે. 

- જો તમારા ઘરમાં રોગનો વાસ છે તો વંશ વુદ્ઘિ નથી થઇ રહી તો શ્રાવણમાં ભોળેનાથનો અભિષેક શુદ્ઘ ઘીથી કરો. આ ઉપાયથી સદાય શરીરનું સ્વાસ્થ્ય સારુ રહેશે અને વંશવુદ્ઘિ પણ થશે. 

- ઇચ્છાનુસાર ફળ મળે તેવી મનોકામના તમામની હોય છો. જો તમારી પણ એક કરતા વધારે મનોકામના છે તો પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવો જોઇએ.

- આર્થિક સંકટને દૂર કરવા માટે, દેવમાંથી મુક્તિ મેળવવા માટે અને ધનની પ્રાપ્તિ માટે ભગવાન શંકરનો શેરડીના રસથી અભિષેક કરવાથી આર્થિક સમસ્યા કાયમી દૂર થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharm ભગવાન શંકર રુદ્રાભિષેક શિવલિંગ શ્રાવણ મહિનો Pooja-Archana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ