બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Saudi Arabia Is Opening Its Doors to Foreign Tourists

જાહેરાત / હવે તમે પણ Saudi Arabia ફરવા જઇ શકો છો, ત્યાંની સરકારે પહેલી વાર લીધો આ નિર્ણય

Divyesh

Last Updated: 07:48 AM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવાસનને પ્રોત્સાહન આપાવ માટે સાઉદી અરબે પહેલીવાર ટૂરિસ્ટ વીઝા આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારના રોજ વિશ્વ પર્યટન દિવસે આ અંગેની જાહેરાત કરી છે. સાઉદી અરબ પોતાની અર્થવ્યવસ્થાને આગળ વધારવાના હેતુથી તેલ પર નિર્ભરતા ઓછા કરવા ઇચ્છે છે.

  • ક્રાઉન પ્રિન્સ સલમાને વિઝન 2030 કાર્યક્રમ રજૂ કરી ચૂક્યાં છે
  • તેલ પર નિર્ભરતા ઓછી કરવા ઇચ્છે છે સાઉદી અરબ


આ પહેલા નોકરી ઇચ્છુક તેમજ મુસ્લિમોને જ મળતા હતા વીઝા

જાણકારી માટે જણાવવામાં આવે છે  આ પહેલા સાઉદીમાં માત્ર નોકરી કરવા આવનાર લોકો તેમજ તેમના પરિવાર તેમજ મક્કા-મદીના જનારા મુસ્લિમ તીર્થયાત્રીઓને વીઝા આપવામાં આવતાં હતા.

પ્રવાસન મંત્રીએ બતાવ્યો ઐતિહાસિક નિર્ણય

શુક્રવારે લેવામાં આવેલા આ નિર્ણયને સાઉદીના પ્રવાસન મંત્રી અહમદ અલ-ખતીને કહ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે. અમારી પાસે જે પણ પ્રવાસીઓને બતાવવા લાયક છે તે જોઇને આશ્ચર્યચકિત થઇ જશે. અમારી પાસે UNESCOની પાંચ વર્લ્ડ હેરિટેજ સાઇટસ તેમજ સ્થાનિક સંસ્કૃતિ અને પ્રાકૃતિક સંપત્તિ છે. 

49 દેશોના નાગરિકોને મળશે ઓનલાઇન ટૂરિસ્ટર વીઝા

એક મળતાં અહેવાલ મુજબ 49 દેશના નાગરિકો માટે ઓનલાઇન ટૂરિસ્ટ વીઝા એપ્લીકેશન શરૂ કરવામાં આવશે. તેમજ વિદેશી નાગરિકો માટે નિયમોમાં છૂટ પણ આપવામાં આવશે. 

સાઉદીમાં કડક નિયમોમાં આપવામાં આવી રહી છે છૂટ

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને સત્તામાં આવ્યાં બાદ સાઉદી અરબની મહિલાઓને અધિકાર આપતાં કેટલાંક કડક નિયમોમાં છૂટ આપવામાં આવી છે. હાલમાં જ સાઉદી અરબમાં મહિલાઓને પુરૂષ વાલીઓ વગર વિદેશ જવાની મંજૂરી માટેનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેમની પસંદ મુજબ લગ્ન કરવાની પણ છૂટ આપવામાં આવી છે. એટલું જ નહીં પણ 2020 સુધીમાં 30 લાખ મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનું પણ લક્ષ્યાંક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Arabia Tourist visa પ્રવાસ વીઝા સાઉદી અરબ Saudi Arabia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ