બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sanjay Raut said that people of Varanasi want Priyanka Gandhi. If Priyanka Gandhi contests against PM Narendra Modi from Varanasi, she will definitely win.

મોટો દાવો / 'પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તો'.... સંજય રાઉતના મોટા દાવાથી રાજનીતિમાં ચર્ચા જ ચર્ચા

Pravin Joshi

Last Updated: 04:55 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસપણે જીતશે.

  • સંજય રાઉતે ફરી આપ્યું ચોંકાવારૂં નિવેદન
  • પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તો જીતી જશે
  • પીએમ મોદી સામે લડશે તો તે ચોક્કસથી જીતી જશે

શું પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં ઉતરશે...? રોબર્ટ વાડ્રાએ તાજેતરમાં કહ્યું હતું કે તેમની પત્ની પ્રિયંકા ગાંધી 'ખૂબ સારી' સંસદસભ્ય બનવા યોગ્ય છે. હવે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસપણે જીતશે. જ્યારે સંજય રાઉતને પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે. જો પ્રિયંકા ગાંધી વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે તો તે ચોક્કસપણે જીતશે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે. રાયબરેલી, વારાણસી અને અમેઠીની ચૂંટણી ભાજપ માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

દિલ્હી કોઇના બાપની નથી, મોટા-મોટા આવ્યા અને ચાલ્યા ગયાઃ સંજય રાઉત | Sanjay  raut shiv sena ncp congess bjp maharashtra govt pm modi

નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળી શકે છે તો શરદ પવાર અને અજિત પવાર કેમ નહીં ? 

બીજી તરફ શરદ પવાર અને અજિત પવારની મુલાકાત અંગે સંજય રાઉતે કહ્યું કે જો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળી શકે છે તો શરદ પવાર અને અજિત પવાર કેમ નહીં ? શિવસેના (UBT)ના વડા શરદ પવાર અને રાજ્યમાં કોંગ્રેસના સહયોગી NCPએ રવિવારે કહ્યું કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય. જો કે તેના કેટલાક શુભેચ્છકો તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમનો ભત્રીજો અજિત પવાર તેમને મળે તો તેમાં ખોટું શું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ