બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sam Bahadur Trailer: The great trailer of Saim Bahadur, which shook the foundation of Pakistan, was released, Vicky Kaushal's power was seen.

Sam Bahadur Trailer / પાકિસ્તાનનો પાયો હચમચાવી નાખનાર સૈમ બહાદુરની ફિલ્મનું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, વિકી કૌશલનો જોવા મળ્યો દબદબો

Pravin Joshi

Last Updated: 07:21 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ સૈમ માણેકશાને કોણ નથી જાણતું? બાળપણથી જ આપણે આ પીઢ સૈનિક વિશે સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ. હવે સૈમ પર એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

  • વિકી કૌશલ તેની આગામી ફિલ્મ સૈમ બહાદુરને લઈને ઘણા સમયથી ચર્ચામાં 
  • સૈમ બહાદુર ફિલ્મનું દમદાર ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું
  • ટ્રેલરમાં વિકી કૌશલની દમદાર સ્ટાઈલ અને ડાયલોગ્સે પ્રભાવિત કર્યા

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તેની આગામી ફિલ્મ સૈમ બહાદુરને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા શેર કર્યો હતો. આ પછી થોડા સમય પહેલા આવેલા આ ફિલ્મના ટીઝરને પણ ચાહકો તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે ફિલ્મનું દમદાર ટ્રેલર પણ શેર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ દેશના પહેલા ફિલ્ડ માર્શલ અને કઠિન વ્યક્તિત્વ સામ બહાદુરની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર બહાર આવ્યાને થોડી જ મિનિટો થઈ હશે પરંતુ દેશભક્તિમાં ડૂબેલા વિકી કૌશલના અભિનયએ આ થોડી મિનિટોમાં બધાને પ્રભાવિત કર્યા છે. વિકી કૌશલ ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ બોલતા જોવા મળે છે.

 

આપણે રહીએ કે ન રહીએ, વર્દીનું ગૌરવ હંમેશા રહેશે...

ટ્રેલરમાં વિકી કૌશલની દમદાર સ્ટાઈલ અને ડાયલોગ્સે પાકિસ્તાનનો પાયો હચમચાવી દીધો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું, સેમ, તારો કંઈ કરવાનો ઈરાદો નથી ? તો વિકી કૌશલે કહ્યું, તમને શું લાગે છે. આ દરમિયાન ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, તમે આ ન કરી શકો. આ સાંભળ્યા બાદ વિકી કૌશલે એવો ડાયલોગ કહ્યો જેનાથી શો ચોરાઈ ગયો. તેઓ કહેતા જોવા મળ્યા કે, હું આ કરી શકતો નથી કે હું તે નહીં કરીશ... ક્ષમતા અને ઇરાદામાં તફાવત છે, વડા પ્રધાન...

 

ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

ફિલ્મની વાત કરીએ તો વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ તેમાં જોવા મળશે. આ બંનેએ આમિર ખાનની દંગલમાં ધૂમ મચાવી છે. હવે આ જોડી વિકી કૌશલની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સાકિબ અયૂબ, મોહમ્મદ જીશાન અયૂબ, નીરજ કબી અને એડવર્ડ સોનેનબ્લિક જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે અને આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ