બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / retirement planning how to get 1 lakh per month pension know investment strategy

કામની વાત / નિવૃતિ પછી દર મહિને 1 લાખનું પેન્શન, આવી રીતે કરો રોકાણ, 60 વર્ષ પછી ઘરે બેઠા માલામાલ

Bijal Vyas

Last Updated: 09:40 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ માટે આ પણ જીવનનું એક મહત્વપૂર્ણ ધ્યેય છે જેથી વૃદ્ધાવસ્થા આનંદથી પસાર કરી શકાય. એટલા માટે આજથી જ પેન્શન માટે રોકાણ શરૂ કરવું જરૂરી છે...

  • રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌ પ્રથમ 3 બાબતોનું પાલન કરવું જોઈએ
  • દર વર્ષે SIP રકમમાં 5% વધારો કરીને ધીમે ધીમે ઇક્વિટીમાં તમારું રોકાણ વધારવું પડશે
  • ઇન્વેસ્ટમેન્ટને લઇ પોતાના નાણાંકીય સલાહકારની સલાહ જરુર લેવી. 

Retirement planning Tips: બાળકોના લગ્ન  અને શિક્ષણ પછી સૌથી મોટી જવાબદારી નિવૃત્તિના આયોજનની છે. દરેક વ્યક્તિ માટે આ પણ જીવનનું એક મહત્વપૂર્ણ ધ્યેય છે જેથી વૃદ્ધાવસ્થા આનંદથી પસાર કરી શકાય. એટલા માટે આજથી જ પેન્શન માટે રોકાણ શરૂ કરવું જરૂરી છે. ધારો કે તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે 60 વર્ષની ઉંમરે દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો, તો તમારે આ માટે વ્યવસ્થિત રીતે રોકાણ કરવું પડશે. આવો જાણીએ કેવી રીતે?

રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌ પ્રથમ 3 બાબતોનું પાલન કરવું જોઈએ. આમાં, નિવૃત્તિ સમયે જરૂરી પૈસાની ગણતરી કરો, જે તમને જીવતા હોય ત્યાં સુધી દર મહિને પેન્શન તરીકે મળશે. તે પછી જુઓ કે તમારે આ જરૂરી રકમની વ્યવસ્થા કરવા માટે કેટલી બચત કરવી પડશે અને રોકાણ કરવું પડશે. પછી નક્કી કરો કે નિર્ધારિત રિર્ટન મેળવવા માટે તમારે શું કરવું પડશે.

સલાહકારના જણાવ્યા અનુસાર, આજે દર મહિને 50,000 રૂપિયાની કમાણી 20 વર્ષ પછી વાર્ષિક 6%ના ફુગાવાના દરે દર મહિને 1.6 લાખ રૂપિયા થશે. આવી સ્થિતિમાં, તે સમયે તમારે આગામી 20 વર્ષ સુધી દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મેળવવા માટે 3.98 કરોડ રૂપિયાના ફંડની જરૂર પડશે, જે તમારે 20 વર્ષમાં નિવૃત્તિ આયોજન દ્વારા એકત્ર કરવાનું રહેશે.

રિટાયરમેન્ટ બાદ આ 5 સરકારી સ્કીમમાં રોકાણ કરવાથી ક્યારેય નહીં થાય પૈસાની  કમી! જાણો કઇ-કઇ યોજના થશે ફાયદાકારક | Investing in these 5 government  schemes after ...

આગામી 20 વર્ષમાં 3.98 કરોડ રૂપિયા કમાવવા માટે તમારે 38,000 રૂપિયાના માસિક રોકાણની જરૂર પડશે. આ રકમ મેળવવા માટે તમારે ડેટ ફંડમાં 40% અને ઈક્વિટીમાં 60% રોકાણ કરવું જોઈએ. તમારે દર વર્ષે SIP રકમમાં 5% વધારો કરીને ધીમે ધીમે ઇક્વિટીમાં તમારું રોકાણ વધારવું પડશે. તમારે દર મહિને રૂ. 15,000 ડેટમાં અને રૂ. 23,000 ઇક્વિટીમાં રોકાણ કરવાની જરૂર છે અને આ રોકાણ દર વર્ષે 5% વધવું જોઈએ.

આ રીતે, 20 વર્ષ પછી, તમે ડેટ ફંડમાંથી 8% અને ઈક્વિટીમાંથી 12% વળતરની અપેક્ષા રાખીને, ડેટ રોકાણમાંથી લગભગ રૂ. 88 લાખ અને ઇક્વિટી રોકાણમાંથી રૂ. 3.15 કરોડ મેળવી શકો છો. આ રીતે, 60 વર્ષની ઉંમરે, તમને લગભગ 3.98 કરોડ રૂપિયા મળશે અને તમે આગામી 20 વર્ષ સુધી દર મહિને 1 લાખથી વધુનું પેન્શન મેળવી શકો છો. જો કે આ પૂરી રીતે સંભવિત રિર્ટન છે, કારણ કે ઇક્વિટીમાં રોકાણ બજાર જોખમને આધારે હોય છે, તેથી રિટાયરમેન્ટ પ્લાન અને ઇન્વેસ્ટમેન્ટને લઇ પોતાના નાણાંકીય સલાહકારની સલાહ જરુર લેવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ