બ્રેકિંગ ન્યુઝ
VTV / reliance jio will launch its own laptop
Nikul
Last Updated: 06:12 PM, 6 March 2021
ADVERTISEMENT
લેપટોપનું નામ જિઓબુક રાખવામાં આવી શકે
રિલાયન્સ ભારતીય બજારમાં સસ્તા લેપટોપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જે લેપટોપ અંગે અત્યારસુધી ઘણી ચર્ચા સાંભળવા મળી છે જ્યારે હવે તે અંગે એક બીજી રિપોર્ટ સામે આવી છે. આ સસ્તા લેપટોપને આ વર્ષે જુલાઈ સુધીમાં લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેનું નામ જિઓબુક રાખવામાં આવી શકે છે. આ લેપટોપમાં ફોરજી કનેક્ટિવિટી મળશે. સાથે તેમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવી શકે છે. કંપની તેની કિંમત ઓછામાં ઓછી રાખવા માટે તેમાં જીઓ ઓએસ આપશે. જોકે કંપની તરફથી આ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
લેપટોપમાં મોટી સ્ક્રીન હશે
જીઓનાં સસ્તા લેપટોપ જીઓબુકની વાત કરીએ તો આ અપકમિંગ લેપટોપમાં મોટી સ્ક્રીન હશે, જેનું રેઝોલ્યુશન 1366*768 પિક્સલ હશે. સાથે તેમાં કોલક્રોમ સ્નેપડ્રેગન 665 ચીપસેટ મળશે. સાથે તેમાં 2 જીબી એલપીડીડીઆરફોરએક્સ રેમ આપવામાં આવી શકે છે અને તેમાં 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ પણ મળશે. તે ઉપરાંત તેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળશે.
લેપટોપની માંગ વધી
જીઓબુક લેપટોપમાં કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં મિની એચડીએમઆઈ કનેક્ટર મળશે. સાથે ડ્યુઅલ બેન્ડ વાઈફાઇ મળશે. સાથે તેમાં બ્લુટુથ જેવા સાધારણ કનેક્ટિવિટી ફિચર્સ પણ મળશે. સાથે કંપની ક્વોલકોમ ઓડિયો ચીપ પણ આપશે જે લેપટોપ અને કોમ્પ્યૂટરની સાઉન્ડ ક્વોલિટીને વધારશે. કોરોનાકાળમાં ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ હોય કે સ્કૂલ કે કોલેજમાં ભણતા સ્ટુડન્ટ હોય બધા ક્ષેત્રમાં લેપટોપની માંગ વધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.